બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી

સળગતી ટ્રકનો હાહાકાર / VIDEO : ગોંડલમાં લાઈટનો વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રક સળગી, હાઈવે પર 10 કિમી દોડતી રહી

Last Updated: 08:24 PM, 13 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોંડલમાં હાઈ ટેન્શન વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રકમાં આગ લાગી હતી જેને કારણે લાખો રુપિયાનું નુકશાન થયું હતું.

ગોંડલ તાલુકાના કોલીથડ હડમતાળા ગામ પાસે ટ્રકમાં આગ લાગતાં લાખો રુપિયાના મરચાં બળીને ખાખ થઈ ગયાં હતા. હકીકતમાં હાઈ ટેન્શન વીજ વાયર અડી જતાં મરચાં ભરેલી ટ્રકમાં આગ લાગી હતી અને મરચાંના કોથળા બળીને ખાખ થઈ ગયાં હતા. ટ્રક જ્યારે હડમતાળા ગામ પાસે આવેલી નદી પર પહોંચી ત્યારે ઉપરથી પસાર થઈ રહેલો વીજ વાયર તેને સ્પર્શતાં કરન્ટને કારણે આગ લાગી હતી, હવે આગ લાગતાં મરચાને બળતાં કેટલી વાર?

10 કિમી બાદ ડ્રાઈવરને ખબર પડી

ડ્રાઈવર આ ઘટનાથી બેખબર હોવાથી તેણે ટ્રક દોડવાનું ચાલુ રાખ્યું હતું અને આ રીતે છેક 10 કિલોમીટર સુધી ગયાં બાદ તેને ખબર પડી કે તેમાં આગ લાગી છે ત્યારે બાદ તેણે ડૈયા ગામ પાસે ટ્રકને પલટાવી દીધી હતી અને મરચાં બળીને ખાખ થઈ ગયાં હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ ગોંડલ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર પાણી મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

રાજસ્થાનના વેપારીના હતા મરચાં, લાખોનું નુકશાન

જે ટ્રકમાં મરચાં બળીને ખાખ થઈ ગયાં તે રાજસ્થાનના એક વેપારીના હતા અને તેને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gondal Truck fire Gujarat truck fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ