બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / સચિન તેડુંલકરની ઈન્ડિયા માસ્ટર્સ IMLની પહેલી સિઝન જીતી, લારાની ટીમ હારી, અંબાતી ચમક્યો

IML 2025 Final / સચિન તેડુંલકરની ઈન્ડિયા માસ્ટર્સ IMLની પહેલી સિઝન જીતી, લારાની ટીમ હારી, અંબાતી ચમક્યો

Last Updated: 11:35 PM, 16 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025 ની ફાઈનલ મેચ ઈન્ડિયા માસ્ટર્સ અને વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ વચ્ચે રમાઈ હતી. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ઇન્ડિયા માસ્ટર્સે 6 વિકેટે જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, બ્રાયન લારાના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા.

રવિવારે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ T20 2025 ની ફાઈનલ મેચ ઈન્ડિયા માસ્ટર્સ અને વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સ વચ્ચે રમાઈ હતી. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ ઇન્ડિયા માસ્ટર્સે 6 વિકેટે જીતી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, બ્રાયન લારાના નેતૃત્વમાં વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા. જવાબમાં, ભારતીય ટીમે 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો.

પહેલા બેટિંગ કરવા આવેલા વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સની શરૂઆત શાનદાર રહી. ડ્વેન સ્મિથ અને કેપ્ટન બ્રાયન લારાએ પ્રથમ વિકેટ માટે 23 બોલમાં 34 રન ઉમેર્યા. વિનય કુમારે લારાને આઉટ કરીને ભાગીદારી તોડી. કેપ્ટન લારાએ 6 બોલમાં 6 રન બનાવ્યા. આ પછી, વિકેટો પડતી રહી. વિલિયમ પર્કિન્સે 7 બોલમાં 6 રન બનાવ્યા.

વધુ વાંચો: VIDEO : 2 લાખનો મોંઘો મોબાઈલ ઉઠાવીને વાંદરો ચઢી ગયો બાલ્કનીમાં, 'લાંચ' લીધા બાદ ફેંક્યો નીચે

ઓપનર ડ્વેન સ્મિથ પોતાની ફિફ્ટી ચૂકી ગયો. તેણે ૩૫ બોલમાં 45 રનની જ્વલંત ઇનિંગ રમી. ચોથા નંબરે બેટિંગ કરવા આવેલા રવિ રામપોલ ફક્ત 2 રન બનાવી શક્યા. 12મી ઓવરના છેલ્લા બોલ પર પવન નેગીએ ચેડવિક વોલ્ટનને બોલ્ડ કર્યો. ચેડવિક વોલ્ટને 1 છગ્ગાની મદદથી 6 રન બનાવ્યા. આ પછી, લેન્ડલ સિમન્સ અને દિનેશ રામદીને ઇનિંગ્સની કમાન સંભાળી. બંનેએ 61 રન પણ ઉમેર્યા. અંતિમ ઓવરમાં લેન્ડલ સિમન્સ અને એશ્લે નર્સ (1) આઉટ થયા. સિમન્સે 41 બોલમાં 57 રન બનાવ્યા. દિનેશ રામદીન 12રન બનાવીને અણનમ રહ્યો. ભારત તરફથી વિનય કુમારે 3 વિકેટ લીધી. શાહબાઝ નદીમને 2 સફળતા મળી.

149 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ભારતીય ટીમની શરૂઆત શાનદાર રહી. પાવર પ્લે પછી અંબાતી રાયડુ અને સચિન તેંડુલકરે ટીમનો સ્કોર 50 ને પાર પહોંચાડ્યો. બંનેએ પ્રથમ વિકેટ માટે 67 રન ઉમેર્યા. સચિન તેંડુલકર 8મી ઓવરમાં કેચ આઉટ થયો. તેણે 18 બોલનો સામનો કર્યો અને 25 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો.

ગુરકીરત સિંહ માન કંઈ ખાસ કરી શક્યા નહીં અને 14 રનના સ્કોર પર કેચ આઉટ થયા. અંબાતી રાયડુએ 50 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. યુસુફ પઠાણનું ખાતું પણ ખુલ્યું ન હતું. યુવરાજ સિંહ 13 અને સ્ટુઅર્ટ બિન્ની 16 રન બનાવીને અણનમ રહ્યા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, India Masters vs West Indies Masters IML 2025 Final
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ