બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO: એક નંબર! 10 ફૂટ દૂરથી છલાંગ લગાવી લપક્યો કેચ, સચિન તેડુંલકરે પણ કર્યા વખાણ

સ્પોર્ટ્સ / VIDEO: એક નંબર! 10 ફૂટ દૂરથી છલાંગ લગાવી લપક્યો કેચ, સચિન તેડુંલકરે પણ કર્યા વખાણ

Last Updated: 01:20 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકાની ઇનિંગ્સની 29મી ઓવરમાં જ્યારે ઇશાન મલિંગા બેટિંગ કરી રહ્યો હતો ત્યારે નાથન સ્મિથે આ કેચ લીધો. ઓવરના છેલ્લા બોલ પર, મલિંગાએ મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની ધારથી વિકેટની ઉપરથી ચાલ્યો ગયો.

હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી વનડે દરમિયાન, યજમાન ટીમના ખેલાડી નાથન સ્મિથે એક એવો અદ્ભુત કેચ પકડ્યો કે જોઈને સચિન તેંડુલકર પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ક્રિકેટના ભગવાને આ કેચનો વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરીને લખ્યું, કોણે કહ્યું કે ઉડવું ફક્ત વિમાનો અને પક્ષીઓ માટે હોય છે. સચિન તેંડુલકર તરફથી આવી પ્રશંસા મળ્યા પછી નાથન સ્મિથને પણ ગર્વ થઈ રહ્યો હશે.

નાથન સ્મિથે આ કેચ શ્રીલંકાની ઇનિંગની 29મી ઓવરમાં પકડ્યો, જયારે ઈશાન મલિંગા બેટિંગ કર્યો રહ્યો હતો. ઓવરના છેલ્લા બોલ પર મલિંગાને મોટો શોટ રમવો હતો, પરંતુ બોલ તેના બેટના છેડાને અડીને વિકેટની ઉપરથી ચાલ્યો ગયો. ન્યુઝીલેન્ડના ગ્રાઉન્ડની બાઉન્ડ્રી નાની હોવાને કારણે દરેકને લાગી રહ્યું હતું કે આ બોલ સીધો બાઉન્ડ્રી બહાર જતો રહેશે, પરંતુ વચ્ચે નાથન સ્મિથ આવી ગયો.

PROMOTIONAL 13

આ કેચ પકડવા માટે સ્મિથ પહેલા દોડ્યો, એ પછી હવામાં છલાંગ મારીને બોલને પકડ્યો. તેનું રિએક્શન પણ એવું હતું કે આ તેના માટે સામાન્ય વાત હોય. પણ આ કેચ જોયા પછી કોઈના પણ મોઢામાંથી 'વાહ' જરૂર નીકળી જશે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં નહીં થાય ચેમ્પિયન ટ્રોફી? PCB તરફથી સામે આવ્યું અપડેટ

મેચની વાત કરીએ તો આ મેચમાં વરસાદ નડ્યો. આ મેચમાં ન્યુઝીલેન્ડે પહેલા બેટિંગ કરીને 37 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા હતા, રચિન રવીન્દ્ર અને ચેપમેને આ દરમિયાન શાનદાર અડધી સદી ફટકારી. આ પછી આ સ્કોરનો ટાર્ગેટ લઈને શ્રીલંકાની ટીમ માત્ર 142 રન પર જ આઉટ થઈ ગઈ. ન્યુઝીલેન્ડે આ મેચ 113 રનથી જીતી લીધી અને ત્રણ મેચની સીરીઝમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી. આ સીરીઝની છેલ્લી મેચ 11 જાન્યુઆરીએ ઓકલેન્ડમાં રમાશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NZ vs SL Nathan Smith Sachin Tendulkar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ