બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / રોહિત-વિરાટને લઈ સચિન તેંડુલકરની ભવિષ્યવાણી સાચી પડી, હવે આ ખેલાડીનું ભવિષ્ય ભાખ્યું
Last Updated: 01:56 PM, 15 July 2024
Sachin Tendulkar Prophecy : ફરી એકવાર સચિન તેંડુલકરે એક ભવિષ્યવાણી કરી છે. વાસ્વતમાં અગાઉ સચિન તેંડુલકરે નિવૃત્તિ બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને ભવિષ્યવાણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં જો કોઈ તેમનો રેકોર્ડ તોડી શકે છે તો તે આ બે હશે. અને આજે જુઓ કે વિરાટ કોહલીએ માસ્ટર બ્લાસ્ટરના ઘણા રેકોર્ડ તોડ્યા છે અને ઘણા એવા છે જે તોડવાની નજીક છે. તેનો અર્થ એ છે કે તે આગાહી સાચી પડી રહી છે. આ બધાની વચ્ચે હવે સચિન તેંડુલકરે વધુ એક મોટી ભવિષ્યવાણી કરી છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિનની આ ભવિષ્યવાણી નવા વિમ્બલ્ડન ચેમ્પિયન કાર્લોસ અલ્કારાજ (Alcaraz) વિશે છે.
ADVERTISEMENT
સ્પેનના કાર્લોસ અલ્કારાઝ (Alcaraz) વિમ્બલ્ડનના ગ્રાસ કોર્ટ્સ પર પોતાનું ટાઈટલ બચાવવામાં સફળ રહ્યો છે. 21 વર્ષીય અલ્કારાઝે 2023 અને 2024માં સર્બિયાના ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચને હરાવીને તેનું બીજું વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું છે. ટેનિસ કોર્ટ પર ઉભરતા અલ્કારાઝ (Alcaraz)ની સફળતા જોઈને જ સચિન તેંડુલકરે તેના વિશે ભવિષ્યવાણી કરી હતી.
ADVERTISEMENT
સચિને Alcaraz વિશે કરી મોટી ભવિષ્યવાણી
હવે સવાલ એ છે કે સચિન તેંડુલકરે કાર્લોસ અલ્કારાઝ (Alcaraz) વિશે શું કહ્યું? અલકારાઝ (Alcaraz) સતત બીજી વખત વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યા બાદ સચિને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરતા લખ્યું કે, હવેથી ટેનિસ પર એક જ રાજ કરશે, તે છે અલકારાજ (Alcaraz).
શું છે અલકારાઝ (Alcaraz) માં ખાસ ?
જો આપણે 21 વર્ષની ઉંમરે અલ્કારાઝ (Alcaraz) ના આંકડા અને સિદ્ધિઓ પર નજર નાખીએ તો સચિન તેંડુલકરની આગાહી એકદમ સાચી લાગે છે. ટેનિસ પર અલ્કારાઝ (Alcaraz)નું શાસન વિસ્તરતું જણાય છે. એક જ વર્ષમાં ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન બંને જીતનાર અલ્કારાઝ(Alcaraz) સૌથી યુવા ટેનિસ ખેલાડી છે. આ પહેલા આ રેકોર્ડ તેના દેશબંધુ રાફેલ નડાલના નામે હતો જેણે 22 વર્ષની ઉંમરે તે જ વર્ષે ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન જીતી હતી. ફેડરરે 27 વર્ષની ઉંમરમાં આ કારનામું કર્યું હતું. જ્યારે નોવાક જોકોવિચ 34 વર્ષમાં આવું કરી શક્યો હતો.
આટલું જ નહીં માત્ર 21 વર્ષની ઉંમરે કાર્લોસ અલ્કારાઝે એંડી મરે અને વાવરિંકા જેવા સુપરસ્ટાર જેટલો ખિતાબ પોતાની આખી કારકિર્દીમાં જીતી શક્યા નથી તેનાથી વધુ ટાઇટલ જીત્યા છે. આ સિદ્ધિઓ ઉપરાંત અલકારાઝ (Alcaraz) કોર્ટમાં ચપળતા ધરાવે છે, જેનો જવાબ કોઈની પાસે નથી. તે સ્પષ્ટ છે કે તેનામાં માત્ર સ્ટાર જ નહીં પરંતુ એક મહાન ખેલાડીના તમામ ગુણો છે જેને જોઈને સચિન તેંડુલકરે તેના વિશે આટલું મોટું નિવેદન આપ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.