બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Technology / જો જો ક્યાક તમારૂ બેંક એકાઉન્ટ ખાલી ન થઈ જાય! UPI NPCIએ ચેતવણી કરી જાહેર

જાણવા જેવું / જો જો ક્યાક તમારૂ બેંક એકાઉન્ટ ખાલી ન થઈ જાય! UPI NPCIએ ચેતવણી કરી જાહેર

Last Updated: 05:01 PM, 17 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

X પર UPI_NPCIની તરફથી વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.એમાં ચેતવણી આપવામાં આવી છે કે સાયબર માફિયાઓ કઇ રીતે લોકોને કોલ મર્જિગના શિકાર બનાવે છે.તેમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે સ્કેમ કઇ રીતે કરવામાં આવે છે.આનાથી તમે કઇ રીતે બચી શકો છો આવો જાણીએ.પર

ભારતમાં અત્યારે સાયબર માફિયાઓ લોકોને ઠગવા માટે અવનવી તરકીબ અપનાવતા હોય છે.મિસ્ડકોલ સ્કેમ પછી Call Merging Scam સામે આવ્યું છે.UPIએ પણ આ સ્કેમ વિશે લોકોને સમજાવ્યા છે અને ચેતવણી આપી છે.

કોલ મર્જિગ સ્કેગની જેમજ ઠગબાજો કોલને મર્જ કરીને OTP લઇ લે છે.આવી સ્થિતિમાં, બેંક ખાતામાંથી અનધિકૃત વ્યવહારોની સંભાવના વધે છે.

UPIએ X પર લખ્યું કે સ્કેમર્સ તમને છેતરીને કોલ મર્જિગ કરી લે છે.આ પોસ્ટમાં UPIને આ પણ કહ્યું કે આ સ્કેમ કઇ રીતે થાય છે અને કઇ રીતે આનાથી બચવું

Call Merging સ્કેમ કઇ રીતે થાય છે ?

તમને કોઈ ઇવેન્ટમાં આમંત્રણ અથવા નોકરી માટે કોલ મળી શકે છે. આવા કોલમાં ઠગમાફિયાઓ એવો દાવો કરે છે કે તેઓને તમારા મિત્ર પાસેથી તમારો નંબર મળ્યો છે. આ પછી તમને કહેવામાં આવશે કે તમારો મિત્ર તમને બીજા નંબરથી કોલ કરે છે.અને કોલ મર્જ કરવામાં આવશે.

તમે કોલને ઉતાવળમાં મર્જ કરો છો, પરંતુ તે કોલ તમારા મિત્રનો નથી, પરંતુ તે કોલ OTP માટે હોય છે. જેવો તમે કોલને મર્જ કરો છો, તેવામાં સ્કેમર કોલ પર OTP સાંભળી લે છે અને તમારુ બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે.

વધુ વાંચો: મહાકુંભ ફરી આગની ઝપેટમાં, સેક્ટર 8માં આગ લાગતા અફરાતફરી, ઘટનાસ્થળે ફાયર બ્રિગેડનો ખડકલો

તે નોંધવું યોગ્ય છે કે સામાન્ય રીતે OTP મેળવવાની બે રીત હોય છે. મેસેજ દ્વારા, OTP તમારા ફોન પર આવે છે અથવા કોલને કરીને OTP માંગી શકો છો.વોટ્સએપમાં પણ એવું જ થાય છે. જો તમે કોલ પર OTP સાંભળવા માંગતા હો, તો કોઈએ બીજો વિકલ્પ પસંદ કરવો પડશે.

OTV via Call ને કારણે સ્કેમર્સ માટે આ શક્ય બન્યું છે. સૌ પ્રથમ, તમારી વિગતો લઇને ઠગબાજો તમારા એકાઉન્ટ લોગિનની પ્રક્રિયા શરૂ કરે છે.આ લોગિન તમારા વોટ્સએપ, કોઈપણ અન્ય સોશિયલ મીડિયા અથવા બેંક એકાઉન્ટનું હોઈ શકે છે.

બીજા સ્ટેપમાં, સ્કેમર્સ તમને બોલાવે છે અને ઇવેન્ટ અથવા જોબ વિશે વાત કરે છે. તમને કહેવામાં આવે છે કે તમારો નંબર તમારા મિત્ર દ્વારા મળ્યો છે અને તે જ મિત્ર તમને પણ કોલ કરે છે. જો કે, કોલ તમને અજાણ્યા નંબરથી આવશે, કારણ કે તે કોલ તમારા મિત્રનો નથી હોતો, પરંતુ OTP માટે હોય છે.

ઉતાવળમાં તમે ધ્યાન નહીં આપો અને કોલને મર્જ કરી દેશો.એવામાં કોલ પર જો તેમે OTP બોલો છો.તો સ્કેમર્સ OTP સાંભળી લે છે.અને એકાઉન્ટ એક્સેસ કરી શકે છે.આ તમારુ બેંક એકાઉન્ટ પણ હોઇ શકે અથવા અન્ય કોઇ પણ એકાઉન્ટ હોય શકે.

Call Merging Scam થી કઇ રીતે બચવું ?

જો સ્કેમર OTP મેળવે છે, તો પછી તમે મોટું નુકસાન કરી શકો છો. આવા ઘણા કૌભાંડો તાજેતરમાં થયા છે અને તમારે પણ કાળજી લેવી પડશે. પણ કેવી રીતે?

આવા કોઈપણ સ્કેમથી બચવા માટે અવેરનેસ જરૂરી છે. એટલે કે, જો તમે નવા સ્કેમ વિશે જાણો છો તો તમે સ્કેમર્સની ચાલમાં નહીં ફસો.પણ જો તમને આ સ્કેમ વિશે કઇ પણ ખબર નહીં હોય તો તમને નુક્સાન પણ થઇ શકે છે.

આવા કોલને તમે ઉપાડો નહીં અને કટ કરીને નંબર બ્લોક કરો.એરટેલે હમણા જ સ્પેમ ડિટેક્શન સર્વિસ લોન્ચ કરી છે.એરટેલના યુઝર્સને સ્પેમ કોલ આવા પર Spam etected નો મેસેજ આવે છે.જે કોલમાં Spam Detected લખેલુ હોય છે.

જો કોઈ કોલ કરી મર્જ કરવાનુ કહે છે તો ફોન કટ કરી દો.જે દોસ્તની સ્કેમર્સ વાત કરે છે.તે નંબર પર તમે ડાયરેક્ટ વાત કરી વાતની પૃષ્ઠી કરી લો.આવુ કરવાથી તમે મોટા સ્કેમથી બચી જશો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Scam-Npci Call Merging Warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ