અમદાવાદ / સાબરમતી રિવરફ્રન્ડ મજા માટે બન્યો કે મોત માટે, આ વર્ષે 98 લોકોએ મોતની છલાંગ લગાવી

Sabarmati Riverfront police rescue boat

શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદી હવે સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાય છે. દરરોજ સરેરાશ એક વ્યકિત સાબરમતી નદીમાં કુદીને આત્મહત્યા કરે છે. આત્મહત્યાના બનાવોને રોકવા માટે તેમજ ડૂબતા લોકોને બચાવવા માટે ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ બોટ મૂકી છે પરંતુ તે લોકોના જીવ બચાવવા માટે નાકામિયાબ રહી છે. વાસણા બેરેજથી ઇન્દિરાબ્રિજ સુધી સાબરમતી નદીનો ૨૦ કિલોમીટરનો પટ્ટો છે. જેમાં માત્ર એક જ રેસ્ક્યૂ બોટ મૂકવામાં આવી છે. રેસ્ક્યુ ટીમના કર્મચારીઓ બોટ લઇને બચાવવા માટે પહોંચે તે પહેલાં ડુબનારનો જીવ જતો રહ્યો હોય છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ