હવે નહીં થાય અમદાવાદનો ધક્કો, હિંમતનગરથી જ મેળવી શકશો પાસપોર્ટ

By : kavan 09:52 AM, 07 December 2018 | Updated : 09:53 AM, 07 December 2018
સાબરકાંઠાના હિંમતનગરમાં પાસપોર્ટ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. હિંમતનગરમાં પાસપોર્ટ 4 ડિસેમ્બરથી પાસપોર્ટ કેન્દ્રની શરૂઆત થઈ છે. આ કેન્દ્ર શરૂ થયા બાદ અરજદારોને ઓછી પરેશાની થઈ રહી છે. સાબરકાંઠાના નાગરિકોને પહેલા પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ આવુ પડતું હતું.

ત્યારે હવે હિંમતનગરમાં પાસપોર્ટ કેન્દ્રની શરૂઆત થતા લોકોના સમયનો પણ ઓછો બગાડ થાય છે. એક અથવા બે કલાકની અંદર તેઓ ફ્રી થઈ જાય છે. અમદાવાદ આવવામાં લોકોના એક દિવસનો બગાડ થતો થતો.. હાલમાં લોકોના રૂપિયા અને સમયનો પણ ઓછો બગાડ થાય છે.
  ઉલ્લેખનીય છે કે, આ સેવા શરૂ થતાં જ માત્ર ત્રણ જ દિવસમાં 60 થી વધુ અરજદારોએ આ કેન્દ્ર પરથી નવા પાસપોર્ટ તેમજ પાસપોર્ટ રીન્યુઅલનું કામ કરી પાસપોર્ટ સેવાનો લાભ લીધો હતો. હિમતનગર ખાતે સેવા ચાલુ થતાં હાલ રોજબરોજ મોટી સંખ્યામાં અહીં નાગરીકો પૂછપરછ માટે પણ આવવા લાગ્યા છે.
1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story