સમગ્ર વિશ્વ સહિત ગુજરાતમાં વધી રહેલા કોરોના પોઝિટિવ મહામારી કાબુમાં લેવા માટે હવે સ્વૈચ્છિક લોકડાઉનની શરૂઆત થઇ છે. ત્યારે સાબરકાંઠામાં પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ઇડર, વડાલી બાદ હવે ખેડબ્રહ્માને પણ આજે બપોર બાદ સંપૂર્ણ લોકડાઉન કરાયું છે.
ખેડબ્રહ્મામાં પણ બપોર બાદ સંપૂર્ણ લોકડાઉન
વેપારીઓએ ધંધા-રોજગાર સ્વૈચ્છિક બંધ રાખ્યા
વહીવટી તંત્રએ પણ બંધને આપ્યું સમર્થન
સમગ્ર ગુજરાતમાં વધી રહેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે સ્વૈચ્છિક લોકડાઉન શરૂ થઇ રહ્યું છે. ત્યારે આજે સાબરકાંઠાના ખેડબ્રહ્મા નગરપાલિકા દ્વારા 7 દિવસ સુધી સજ્જડ બંધની શરૂઆત કરાઈ છે. સ્થાનિકોએ સજ્જડ બંધને સમર્થન આપ્યું છે.
કોરોના પોઝિટિવ મહામારી કાબુમાં લેવા માટે હવે સ્વૈચ્છિક લોકડાઉનની શરૂઆત થઇ છે. જેના પગલે સ્થાનિકોએ પણ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. જેના પગલે બપોર બાદ ખેડબ્રહ્મા શહેરમાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે. સમગ્ર શહેરના તમામ નાના-મોટા વેપારીઓ અને પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે. આ સાથોસાથ સ્થાનિકોએ પણ વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલા બંધને સમર્થન આપતા ખેડબ્રહ્મા શહેરના તમામ રસ્તા તેમજ બજાર બંધ કરાયા છે.
જોકે કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાયેલા નિર્ણય આગામી સમયમાં કેટલો સાર્થક રહે છે એ તો સમય બતાવશે. પરંતુ વર્તમાન સમય સંજોગએ ખેડબ્રહ્મામાં ઓછા કોરોના સંક્રમણ હોવા છતાં સતત એક સપ્તાહ સુધી બંધ માટે લેવાયેલો નિર્ણય તે સમયની માંગ છે એટલું ચોક્કસ છે.