બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પોલીસ પાયલોટિંગ સાથે દારૂની હેરાફેરી, અમદાવાદના કોન્સ્ટેબલ સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ

સાબરકાંઠા / પોલીસ પાયલોટિંગ સાથે દારૂની હેરાફેરી, અમદાવાદના કોન્સ્ટેબલ સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ

Last Updated: 05:32 PM, 15 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના કતપુર ટોલપ્લાઝા પરથી દારુ ભરેલી કાર ઝડપાઈ છે. રાજસ્થાનથી અમદાવાદમાં દારૂની હેરફેર કરતા ઈસમો સાથે પોલીસ કર્મી ઝડપાયો છે

નામ પૂરતા જ કહેવાતા ગાંધીના ગુજરાતમાં દારૂની હાટડીઓ સરેઆમ ધમધમી રહી છે. પોલીસ ફક્ત દરોડાના નામે નાટક કરી બુટલેગરોને છાવરી જ રહી હોય અથવા તો પોલીસ કર્મચારીઓની સંડવોણી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક પોલીસ કર્મીની સંડોવણીથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.

2 +

ટોલપ્લાઝા પરથી દારુ ભરેલી કાર ઝડપાઈ

સાબરકાંઠાના કતપુર ટોલપ્લાઝા પરથી દારુ ભરેલી કાર ઝડપાઈ છે. રાજસ્થાનથી અમદાવાદમાં દારૂની હેરફેર કરતા ઈસમો સાથે એક કાર ઝડપાઈ છે. આ કેસમાં નારાયણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની સંડોવણી હોવાનું સામે આવ્યું છે.

sk

પોલીસ કર્મી કરતો કારનું પાયલોટિંગ

પોલીસ કર્મી શૈલેષ ગોલાણી હેરાફેરી કરતી કારનું પાયલોટિંગ કરતો હતો. સાબરકાંઠાના કતપુર ટોલપ્લાઝા પરથી 3 લાખ 48 હજાર રુપિયાની કિંમતની 1 હજાર 231 દારુની બોટલ સાથે કારમાંથી દારૂ ઝડપાયો છે. પોલીસ કોન્સ્ટેબલ શૈલેષ ગોલાણી સહિત 6 શખ્સો સામે ગુનો દાખલ કરી સ્ટેટ મોનિટરિંગ સેલે કાર સહિત 2 વાહનો જપ્ત કર્યા છે

PROMOTIONAL 12

આ પણ વાંચો: અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો, 4 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટિવ

સળગતા સવાલ

શું આ જ છે ગુજરાતમાં દારૂબંધી?

શું પોલીસ કર્મી બની રહ્યાં છે બુટલેગર?

ગૃહ વિભાગ દાખલારૂપ કાર્યવાહી કેમ નથી કરતું?

શું બુટલેગર - પોલીસ ભાઈ ભાઈ ?

આવા સામે કેમ કડક કાર્યવાહી નથી થતી?

રાજ્યના લોકોને દારૂના દૂષણમાંથી ક્યારે મુક્તિ મળશે?

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Liquor Policeman Sabarkantha Liquor Case Sabarkantha Liquor Seized
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ