પતાવટ / 10 લાખ લઈ મામલો પતાવો, D.K નહીં આપે તો હું આપી દઈશ: જૈનાચાર્યને બચાવવા માટેની કથિત ઑડિયો ક્લિપ

sabarkantha idar pavapuri jain saints misdeeds woman audio viral

સાબરકાંઠાના ઇડરમાં જૈન મુનિયોને લાંચ્છન લગાડતી એક ઘટના સામે આવી હતી. સાબરકાંઠાના ઇડરના પાવાપુરીમાં બે જૈનાચાર્યો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદીએ મહિલાઓ જૈન આચાર્યોની ભોગ બની હોવાનું જણાવ્યું હતું. મહિલાઓને મંત્રતંત્રના બહાને દુષ્કર્મનો ભોગ બનાવી હોવાનો ફરિયાદમાં દાવો કરાયો હતો. મહિલાઓનું શોષણ કરવામાં આવતું હોવાને લઇને એક ટ્રસ્ટીએ બે જૈનાચાર્યો સામે ફરિયાદ નોંધાવી હતી. આ બંને જૈનાચાર્યોના કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા. ત્યારે હવે બન્ને વિરૂદ્ધ કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વહીવટદાર અને પીડિતાની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ