બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતનું એવું ગામ જ્યાં હાલ એકપણ પુરુષ નથી, અચાનક બધા ફરાર, જાણો મામલો
Last Updated: 10:33 PM, 28 May 2024
ગુજરાતનું એક એવું ગામ કે, જ્યાં હાલમાં માત્ર મહિલાઓ જ જોવા મળી રહી છે. ગામમાં એકપણ પુરુષ નથી. અને ઘર-પરિવારની તમામ જવાબદારીઓ મહિલાઓ પર આવી પડી છે. એટલું જ નહીં જો તમે એક પુરુષ છો અને ભૂલથી પણ આ ગામમાં ગયા તો પોલીસ તમને પણ પકડી લેશે.
ADVERTISEMENT
ગામડી ગામના પુરુષો ફરાર
ADVERTISEMENT
સાબરકાંઠાના ગામડી ગામમાં ચારો તરફ સન્નાટા જેવો માહોલ છે દુકાનો બંધ છે. પંચાયત બંધ છે. ગામની ડેરી બંધ છે. રસ્તા પર તમને કોઈ જોવા મળશે તો તે હશે મહિલાઓ અને નાના બાળકો. પુરુષો અહીં તમને નહીં જોવા મળે અને તે પણ કોઈપણ સમયે. કારણ કે, છેલ્લા 5 દિવસથી આ ગામના પુરુષો ફરાર છે અને આ પાળનું કારણ કે, થોડા દિવસ પહેલા ગામડી ગામ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે પર થયેલો અકસ્માત. જે અકસ્માત પછી લોકોએ હાઈવે બંધ કર્યો હતો અને હાઈવે ખુલ્લો કરાવવા માટે આવેલ પોલીસ પર હુમલો કર્યો હતો. જે પછી પોલીસે પણ 700 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે અને ત્યારથી પોલીસ પકડી ન જાય તે માટે ગામના તમામ પુરુષો ફરાર છે.
ગામમાં નથી એકપણ પુરુષ
છેલ્લા 5 દિવસથી ગામમાં કોઈપણ પુરુષ ફરક્યા નથી, માત્ર મહિલાઓના હવાલે ઘરો છે. તેવામાં મહિલાઓની મુશ્કેલી વધી ગઈ છે. પરિવારની જવાબદારી સાથે-સાથે પશુપાલન અને ખેતીનું કામ પણ કરવું પડી રહ્યું છે. ડેરી બંધ હોવાના કારણે મહિલાઓ દૂધ રખડતા શ્વાનને અથવા તો પોતાનો ઢોરને પીવડ઼ાવવા મજબૂર છે. અન્ય પાયાની જરુરીયાતો માટે પણ મહિલાઓએ રઝળપાટ કરવો પડી રહ્યો છે. પુરુષો ક્યારે પરત ઘરે ફરશે તે મહિલાઓને નથી ખબર. પરંતુ તેમની હાલ એવી માંગ છે કે, ગામમાં ડેરી સહિતની પાયાની જરૂરી વસ્તુઓ શરૂ કરવામાં આવે તો તેમની ઘણી સમસ્યાઓનું સમાધાન આવી શકે.
વાંચવા જેવું: અમદાવાદની આ જગ્યાઓ પર જતાં પહેલા ચેતજો, રાજકોટ જેવો કાંડ થઈ શકે, ફાયર સેફટીનો ઉલાળિયો
5 દિવસથી ગામમાં માત્ર મહિલાઓ
ગામમાં એકપણ પુરુષ ન હોય ત્યારે મહિલાઓને ડર પણ લાગવાનો. કારણ કે, તેમની સુરક્ષાનું શું? દિવસે તો સમજાય. પરંતુ રાત્રે શું..? ચોમાસું નજીક છે તેની તૈયારીઓ કરવાની છે. ખેતરો તૈયાર કરવાના છે. પશુઓનો ચારો ગોઠવવાનો છે. તેવામાં પોલીસના ડરથી ગામના પુરુષો ક્યાં સુધી ભાગતા રહેશે તે પણ સૌથી મોટો સવાલ છે. ત્યારે જોવાનું એ રહેશે કે, ગામડી ગામના પુરુષો ક્યારે પોતાના ઘરે પરત ફરે છે અને પુરુષ વિહોણું બનેલું ગામ ફરી ધમધમતું થાય છે..
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.