બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / sabarkantha citizens application to mla

સાબરકાંઠા / અહીં નાગરિકોએ દારુબંધીને બદલે દારૂ વેચવાનો સમય બદલવા કરવી પડી અરજી, જાણો કેમ

Mehul

Last Updated: 12:57 AM, 13 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ તંત્રમાં એકાકાર થઈ ગયેલી હપ્તા સિસ્ટમથી હવે તો સામાન્ય નાગરિકોને પાકો વિશ્વાસ બેસી ગયો છે કે, રાજ્યમાં દારૂનું વેચાણ બંધ થવાનું નથી. એટલે જ તો હવે રાજ્યના એક ગામમાંથી જાગૃત નાગરિકો દ્વારા દારૂબંધી માટે નહી પરંતુ દારૂ વેચવાનો સમય બદલવા માટે અરજી કરવામાં આવી છે.

  • સાબરકાંઠા જિલ્લાના સાચોદરા ગામની સીમમાં દારૂની ભઠ્ઠી ધમધમે છે
  • ગ્રામજનો દ્વારા પોલીતંત્રથી લઇને ગૃહમંત્રી સુધી રજુઆત કરાઇ
  • ગ્રામજનોને દીકરીઓની સલામતીની ચિંતા 

આમ તો કહેવા ખાતર રાજ્યમાં દારૂબંધી છે. સરકાર કાયદાની પોથીઓમાં માત્ર દારૂબંધીના સ્ટેટસ પર ગૌરવ લેવા અને મહાત્મા ગાંધીનું માત્ર આડંબરયુક્ત માન રાખવા ખાતર જ  દારૂબંધીનો દેખાડો કરી રહી છે. સાબરકાંઠા જિલ્લાના સાચોદરા ગામની સીમમાં દારૂની ભઠ્ઠી ધમધમે છે એટલું જ નહીં, દારૂનું વેચાણ કેદ્ર પણ અહીં જ છે. અહીં બુટલેગર બે રોકટોક દારૂ ગાળે છે અને ખુલ્લેઆમ દારૂ વેચે પણ છે. અને પોલીસતંત્ર હપતા ખાઈને આંખ આડા કાન કરી રહ્યું છે. 

 

કોઈ પણ ગુનાના આરોપીને સાતમાં પાતાળમાંથી શોધી કાઢવાની શેખી મારતી પોલીસને નાકલીટી નીચે થતા દારૂબંધીના થઈ રહેલા ઉલ્લંઘની જાણે કે કશી ખબર નથી. કેમ કે પોલીસ તંત્ર હપતાના નશામાં ચકચૂર અને મદહોશ છે. આ તેનું જ પરિણામ છે કે બુટલેગરોને જાણે અઘોષિત અભયદાન મળી ગયું છે. અને દારૂના રવાડે ચડેલી અસંખ્ય માનવ જિંદગીઓ બરબાદ થઈ  રહી છે. જાગૃત ગ્રામજનોએ ગામમાં વ્યાપેલી દારૂની બદી અંગે પોલીસતંત્રથી માંડીને છેક ગૃહમંત્રી સુધી રજૂઆત કરી લીધી છે. છતાં પરિણામ શૂન્ય છે અને જિલ્લા પોલીસ વડા કહે છે અમારા સુધી પોલીસ ફરિયાદ પહોંચી જ નથી.

સાચોદર ગામના કેટલાક જાગૃત નાગરિકોએ, સાબરકાંઠા પોલીસતંત્રને ગામમાં દારૂબંધીનો કડકપણે પાલન કરાવવા માટે અનેક વાર રજૂઆત કરી લીધી છે પરંતુ ગામમાં કોણ જાણે કેમ દારૂનું વેચાણ બંધ નથી થતું. ગામના આગેવાનોને તો હવે પાકો વિશ્વાસ બેસી ગયો છે કે પોલીસતંત્ર ગામમાં દારૂનું વેચાણ બંધ કરાવશે એ વાતમાં માલ નથી, પરંતુ ગામના કેટલાક વાલીઓને પોતાની બહેન દીકરીઓની સલામતીની ચિંતા સતાવી રહી છે. 

કેમકે, જે સાંજના સમયે ગામની મહિલાઓને મંડળીમાં દૂધ આપવા ઘર બહાર નીકળવાનું હોય તે જ સમયે ગામના રસ્તાઓ પર દારૂ પીનારાઓની અવરજવર વધી જાય છે. આથી ગામ લોકોએ હવે ગામમાં દારૂબંધી માટે નહીં પરંતુ દારૂવેચવાના સમયમાં ફેરફાર કરાવવા માટે માગ કરી છે. ગામ લોકોએ હિંમતનગરના ધારાસભ્ય રાજેદ્રસિંહ ચાવડાને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

લોકોની આ પ્રકારની માગણી પોલીસની નિષ્ફળતાને જ છતી કરી રહી છે. ગામ લોકોની આવી નવતર માગણીના કારણે શરમમાં મુકાયેલી સાબરકાંઠા પોલીસે બુટલેટરો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

ગુજરાતમાં કદાચ આ પહેલો કિસ્સો છે જ્યાં સ્થાનિક ગ્રામજનોએ લેખિતમાં દારૂબંધી માટે નહીં પણ દારૂ વેચવાના સમયમાં ફેરફાર કરવા માટે લેખિતમાં માગણી કરી હોય. જોકે આ પ્રકારની વિનંતી પછી પણ પોલીસ કેવા પગલાં લે છે તે કહેવું હાલ તો અઘરું છે. પરંતુ ગ્રામજનોની આવી વ્યથા સાંભળીને સામાન્ય માનવીના હૃદયમાં પણ પોલીસ તંત્ર સામે ફિટકાર વરસે તો નવાઈ નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Update Gujarati News Sabarkatha gujarat Sabarkatha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ