કૌભાંડ / સાબર ડેરી પર 15 લાખ રૂપિયા લઈને નોકરી ન આપવાનો બાયડનાં પરિવારે લગાવ્યો આરોપ

એક તરફ સ્ત્રી સશક્તિકરણ ની વાતો છે તો બીજી તરફ સાબરડેરીમાં નોકરી મેળવવા માટે વિધવા પરિવાર ને મસમોટા ભ્રષ્ટાચાર નો શિકાર બનવું પડ્યું છે.અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે રહેતા એક બ્રાહ્મણ પરિવારે 15 લાખ આપ્યા પછી સાત વર્ષ બાદ નોકરી પણ ન મળી કે પૈસા પણ ન મળ્યા અને સાત વર્ષથી મળ્યા છે માત્ર નિસાસા.અરવલ્લીના બાયડ રહેતા મંજુલાબેન ઉપાધ્યાય માટે પોતાના પરિવારની જવાબદારી હોવાના પગલે ઘરની તમામ સંપત્તિ એકઠી કરી તત્કાલીન ચેરમેન શામળભાઇ પટેલ અને તેમના દીકરાને રૂપિયા 15લાખ આપ્યા હતા જે 15 લાખ ના પગલે સાબર ડેરીમાં નોકરી આપવાની શરત સાથે તમામ સંપત્તિ દાવ પર લગાવી હતી જોકે તત્કાલીન ચેરમેન તેમજ હાલના ચેરમેન શામળભાઇ પટેલે આ મુદ્દે છેલ્લા સાત વર્ષથી નોકરી પણ નથી આપી કે પૈસા પણ પરત નથી આપી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ