બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / બાઉન્ડ્રી લાઇન પર ઊભા રહીને અક્ષર પટેલે એવો કેચ કર્યો કે, લોકો Video જોતા જ રહી ગયા
Last Updated: 12:36 PM, 14 November 2024
SA vs IND : ભારતે ત્રીજી T20 મેચમાં દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવ્યું હતું. અક્ષર પટેલે મેચની નિર્ણાયક ક્ષણે બાઉન્ડ્રી લાઇન પર ડેવિડ મિલરનો શાનદાર કેચ પકડ્યો હતો જે મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. ક્રિકેટ જગતમાં કહેવાય છે કે, કેચ પકડો અને મેચ જીતો. આ રમતમાં કેટલાક કેચ લેવામાં આવે છે જે મેચનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખે છે.
ADVERTISEMENT
Bande ne dil jeet liya…. Bravo….🔥🔥
— विवादित इंसान 🔥 (@i_am_aashusir) November 13, 2024
Catch of the year 🔥🔥
kudos to axar Patel 🔥🔥#indvssat20 #AxarPatel #SAvsIND #INDvSA Marco Jansen pic.twitter.com/z1Y2doO7J5
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી ત્રીજી T20 મેચમાં અક્ષર પટેલે આવો જ કેચ પકડ્યો હતો. બાઉન્ડ્રી લાઇન પર લાંબો કૂદકો મારતા અક્ષરે એક શાનદાર કેચ લીધો અને ડેવિડ મિલરની ઇનિંગ્સનો અંત લાવ્યો. અક્ષરનો આ કેચ મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. જો મિલર ક્રિઝ પર ઊભો રહ્યો હોત તો તે ભારતની જીતની આશાને બરબાદ કરી શક્યો હોત.
ADVERTISEMENT
ઇનિંગ્સની 16મી ઓવરમાં હાર્દિક પંડ્યા સામે ડેવિડ મિલરે જોરદાર શોટ માર્યો હતો. પહેલી નજરે એવું લાગતું હતું કે, બોલ સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર આવી જશે. જોકે અક્ષર પટેલ મિલરના શોટ અને બાઉન્ડ્રી લાઇન વચ્ચે તેની છાતી ઉંચી રાખીને ઊભો રહ્યો. અક્ષરે આ કેચને શાનદાર રીતે જજ કર્યો અને યોગ્ય સમયે હવામાં ઉછળ્યો.
આ તરફ મિલર પણ અક્ષરના આ અસાધારણ કેચ પર વિશ્વાસ ન કરી શક્યો. જોકે તેણે 18 રન બનાવીને અનિચ્છાએ પેવેલિયન પરત ફરવું પડ્યું હતું. ભારતે ત્રીજી T20માં સાઉથ આફ્રિકાને 11 રને હરાવી શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.