બ્રેકિંગ ન્યુઝ
VTV / S jayshankar on Rahul Gandhis India China border dispute
Vaidehi
Last Updated: 04:23 PM, 21 February 2023
ADVERTISEMENT
વિદેશમંત્રી એસ.જયશંકરે મંગળવારે રાહુલ ગાંધીનાં ચીનવાળા નિવેદન પર પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે તે ભારત-ચીન તણાવને લઈને ખોટી ધારણા ફેલાવી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે, 'તે નેરેટિવ ફેલાવી રહ્યાં છે કે ભારત સરકાર ભયભીત છે. જો એવું હોય તો ભારતીય સેનાને LAC પર કોણે મોકલ્યું? રાહુલ ગાંધીએ તો તેમને નથી મોકલ્યું...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને મોકલ્યું છે. આ (પ્રશ્ન) તેમને પૂછવો જોઈએ કે કોણ સત્ય બોલી રહ્યું છે.'
Who sent Army to LAC...Rahul Gandhi? It was Narendra Modi, says EAM Jaishankar
— ANI Digital (@ani_digital) February 21, 2023
Read @Ani Story | https://t.co/ouFsSptUut#Jaishankar #RahulGandhi #IndianArmy #PMModi pic.twitter.com/jx5K6CxhhS
ADVERTISEMENT
'સરકાર સીમાનાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ગંભીર છે.'
એસ.જયશંકરે ઈશારામાં કોંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે, ' તેમને 'C'થી શરૂ થનારા શબ્દો સમજવામાં થોડી મુશ્કેલી આવતી હશે. આ સાચું નથી. મને લાગે છે કે તે જાણીજોઈને સ્થિતિને ખોટી રીતે રજૂ કરી રહ્યાં છે. આ સરકાર સીમાનાં મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને ગંભીર છે.'
રાહુલ ગાંધીથી શીખવા માટે તૈયાર છું
જયશંકરે કહ્યું કે, 'હું સૌથી લાંબા સમય સુધઈ ચીનનો રાજદૂત રહ્યો છું અને બોર્ડર મુદાઓને ડીલ કરી રહ્યો છું. હું એવું નથી કહી રહ્યો કે મને સૌથી વધુ જ્ઞાન છે પરંતુ હું એટલું કહીશ કે મને ચીન વિષય પર ઘણું ખબર છે. જો તેમને (રાહુલ)ને ચીન પર જ્ઞાન હશે તો હું તેમના પાસેથી પણ શીખવા માટે તૈયાર છું. આ સમજવું મુશ્કેલ એટલા માટે છે કે જે વિચારધારા અને રાજનૈતિક પાર્ટી ભારતની બહાર છે, તેનાથી મળતી વિચારધારા અને પાર્ટીઓ ભારતની અંદર પણ છે અને બંને એકસાથે મળીને કામ કરી રહ્યાં છે.'
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.