બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / S jaysankar says on Pakistan's economic crisis and India srilanka relations

નિવેદન / શું કંગાળ પાકિસ્તાનની મદદ કરશે ભારત? જયશંકરે પહેલીવાર સ્થિતિ કરી સ્પષ્ટ, જુઓ શું જવાબ આપ્યો

Vaidehi

Last Updated: 05:19 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદેશમંત્રી જયશંકરે કહ્યું કે પાકિસ્તાન પોતાની નીતિઓનાં કારણે મુશ્કેલીમાં ફસાયો છે. તેમણે શ્રીલંકાની સાથે પાકિસ્તાનની તુલનાને નકારી છે. તેમણે કહ્યું કે ભારતનાં શ્રીલંકા સાથે સારા સંબંધ છે.

  • વિદેશમંત્રીએ પાકિસ્તાનની સ્થિતિ પર આપ્યું નિવેદન
  • પાકિસ્તાન-શ્રીલંકાની સરખામણીને જયશંકરે નકારી
  • પાડોશી દેશોને ભારતની મદદ અંગે પણ કરી ચર્ચા

વિદેશમંત્રી એસ. જયશંકરે પાકિસ્તાનની મદદને લઈને 2 નિવેદનો આપ્યાં છે. તેમણે કહ્યું કે પાકિસ્તાનનું ભવિષ્ય પોતાના કાર્યો અને વિકલ્પો પર નિર્ધારિત થયું છે. તેમણે કહ્યું કે આ પાડોશી દેશને વિચારવાનું છે કે તે પોતાની આર્થિક મુશ્કેલીથી બહાર નિકળે કે નહીં.

પાકિસ્તાનની પરિસ્થિતિ પર વિદેશમંત્રીનું નિવેદન
શ્રીલંકાની સાથે પાકિસ્તાનની તુલનાને નકારી છે. તેમણે કહ્યું કે ભારતનાં શ્રીલંકા સાથે અલગ સંબંધ છે. તો પાકિસ્તાનને લઈને ભારતીય લોકોનાં મનમાં સારી ધારણા નથી. તેમણે કહ્યું કે મને લાગે છે કે પાકિસ્તાનનું ભવિષ્ય પાકિસ્તાનનાં કાર્યો અને તેની પસંદ પર નિર્ધારિત થાય છે. કોઈપણ વ્યક્તિ અચાનક અને અકારણ કોઈ કપરી પરિસ્થિતિમાં ન પહોંચે.. આજે આપણાં સંબંધો એવા નથી કે જ્યાં આપણે તેની પ્રક્રિયા માટે સીધી રીતે પ્રાસંગિક થઈ શકીએ.

પાકિસ્તાનની મદદ કરવાની વાત ભારતે નકારી
જયશંકરે શ્રીલંકા પ્રતિ સદ્ભાવના અને પાકિસ્તાન પ્રતિ લોકોની ભાવનાઓનો ઉલ્લેખ કર્યો. ઈસ્લામાબાદ ભારતમાં સીમાપાર આતંકવાદ ફેલાવે છે જેણે દ્વિપક્ષીય સંબંધોને ગંભીરરૂપે પ્રભાવિત કર્યું છે. તેમણે કહ્યું કે ભારત કપરી પરિસ્થિતિઓમાં પોતાના પાડોશીઓને મદદ પ્રદાન કરવા માટે તૈયાર છે. ઉદાહરણ માટે જો હું તેની તુલના પાકિસ્તાન સાથે કરૂં તો આ એક અત્યંત અલગ સંબંધ છે. શ્રીલંકાની સાથે હજુ પણ આ દેશમાં ઘણી સદ્ભાવના છે. 

શ્રીલંકાને 4.5 બિલિયન ડોલરની મદદ કરી - વિદેશમંત્રી 
વિદેશમંત્રીએ કહ્યું કે સ્વાભાવિક ધોરણે પાડોસીઓની ચિંતા હોય છે પરંતુ એક ભાવના એવી પણ છે કે આપણને (મુશ્કેલી)નો સામનો કરવા માટે તેમની મદદ કરવી પડશે. આવતીકાલે જો કોઈ અન્ય પાડોશીને કંઈ થાય છે તો પણ આ જ થશે. પરંતુ તમે જાણો છો કે પાકિસ્તાન માટે દેશમાં શું ભાવના છે. ભારતે ગયાવર્ષે કપરી આર્થિક પરિસ્થિતિ સામે લડવા શ્રીલંકાને 4.5 બિલિયન અમેરિકી ડોલરની મદદ કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

India S Jaishankar SriLanka pakistan economic condition ભારત-પાકિસ્તાન વિદેશમંત્રી શ્રીલંકા S jaysankar on Pakistan's economic crisis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ