બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / બાંગ્લાદેશમાં હિન્દુઓ કેટલા સુરક્ષિત? એસ.જયશંકરે સંસદમાં પડોશી દેશની સ્થિતિ પર આપી જાણકારી
Last Updated: 06:02 PM, 6 August 2024
Bangladesh Protest:વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં બગડતી પરિસ્થિતિ અંગે સંસદમાં જાણકારી આપી હતી. રાજ્યસભામાં વિદેશ મંત્રીએ કહ્યું હતું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. બાંગ્લાદેશમાં જાન્યુઆરી 2024માં યોજાયેલી ચૂંટણી બાદથી તણાવનું વાતાવરણ છે. જેના કારણે જૂનમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન શરૂ થયું હતું. તેમણે કહ્યું કે સરકારી ઈમારતો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવ્યો છે. જુલાઇ મહિના દરમિયાન હિંસા ચાલુ થઈ હતી. અમે શાંતિ દ્વારા ઉકેલ શોધવા વિનંતી કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે અમારા માટે ચિંતાનો વિષય છે કે ઘણી જગ્યાએ લઘુમતીની દુકાનો અને મંદિરો પર હુમલા થયા છે. હજુ સુધી સંપૂર્ણ જાણકારી આવી નથી.
ADVERTISEMENT
#WATCH | Speaking in Rajya Sabha on the situation in Bangladesh, External Affairs Minister Dr S Jaishankar says, "...On 5th August, demonstrators converged in Dhaka despite the curfew. Our understanding is that after a meeting with leaders of the security establishment, Prime… https://t.co/Z9AfVaoYsJ
— ANI (@ANI) August 6, 2024
'4 ઓગસ્ટે સ્થિતિ સૌથી વધુ ખરાબ'
ADVERTISEMENT
એસ. જયશંકરે કહ્યું કે, બાંગ્લાદેશ અમારી ખૂબ નજીકનો છે. જ્યાં જાન્યુઆરીથી તણાવ છે અને જૂન-જુલાઈમાં હિંસા થઈ હતી. અમે ત્યાંના રાજકીય પક્ષોના સંપર્કમાં હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બાંગ્લાદેશમાં સ્થિતિ બદલાઈ ગઈ છે.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારનું સત્તા પરિવર્તન, ભારતના અર્થતંત્રને ફાયદો કે નુકસાન?
સર્વપક્ષીય બેઠકમાં વિદેશ મંત્રીએ શું કહ્યું?
આ સિવાય જયશંકરે તમામ પક્ષોના નેતાઓને હિંસાગ્રસ્ત દેશની સ્થિતિ અને આ સ્થિતિના સંભવિત સુરક્ષા, આર્થિક અને રાજદ્વારી પરિણામોનો સામનો કરવા માટે ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં વિશે માહિતી આપી હતી. સૂત્રોનું કહેવું છે કે વિદેશ મંત્રીએ બાંગ્લાદેશમાં નવી સરકાર સાથેના મુકાબલાને સીમિત કરવાની કેન્દ્રની વ્યૂહરચના પર ચર્ચા કરી હતી. જયશંકરે સાંસદોને કહ્યું, કે.આ વર્તમાન સ્થિતિ છે, સરકાર યોગ્ય સમયે યોગ્ય પગલાં લેશે. જયશંકરે કહ્યું કે તેઓ શેખ હસીનાને સમય આપવા માંગે છે, જેથી તેઓ કેન્દ્રને તેમની ભવિષ્યની કાર્યવાહી વિશે જણાવી શકે હાલ તેઓ દિલ્હીમાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
મનાલી સેક્સ વર્કર મર્ડર / ભોગવવા વેશ્યા લાવ્યો, બન્યું એવું કે ટુકડા કરીને બેગમાં ભરીને ફેંક્યાં, કંપારી વછૂટતો કાંડ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.