બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 05:00 PM, 26 January 2023
ADVERTISEMENT
શ્રીલંકા બાદ ન્યુઝીલેન્ડનો સફાયો કરીને ટી-20 અને વનડે સિરિઝ જીતનાર ટીમ ઈન્ડીયાનું જોશ આજકાલ હાઈ છે. ફૂલ ફોર્મમાં રહેલી ટીમ ઈન્ડીયા હવે ન્યુઝેલન્ડ સામે ટી-20માં ટકરાશે. શુક્રવાર ભારતની ન્યુઝીલેન્ડ સામે ટી-20 સિરિઝ શરુ થઈ રહી છે પરંતુ તેમાં ભારતના એક દિગગ્જ ક્રિકેટરને આરામ આપવામાં આવ્યો છે. ઋતુરાજ ગાયકવાડને કાંડાના દુખાવાને કારણે ટી-20 સિરિઝમાંથી આરામ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, તેને નેશનલ ક્રિકેટ એકેડમી બેંગ્લોર મોકલવામાં આવ્યો છે. ઋતુરાજ પ્રતિભાશાળી ખેલાડી છે. ગાયકવાડ કાંડાના દુખાવાને કારણે ત્રણ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
શુક્રવારે રાંચીમાં ટી-20 સીરીઝની પહેલી મેચ
ટીમ ઈન્ડિયા શુક્રવારે રાંચીમાં ટી-20 સીરીઝની પહેલી મેચ રમશે.
ADVERTISEMENT
ઈજાને કારણે અગાઉ પણ મેચમાંથી રહ્યો હતો બહાર
ઋતુરાજ અગાઉ પણ ઈજાના કારણે ખુબ જ પરેશાન રહી ચૂક્યો છે અને આ કારણે તે ટીમ ઈન્ડિયા તરફથી રમવાની તક પણ ગુમાવી ચૂક્યો છે. ગાયકવાડ કાંડાની સમસ્યાને કારણે ગત વર્ષે શ્રીલંકા સામેની ટી-20 શ્રેણી ચૂકી ગયો. તે વિન્ડિઝ સામેની વન ડે શ્રેણીમાંથી પણ બહાર થઈ ગયો હતો. તેઓ હવે ફરી એકવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. જોકે હજુ સુધી ટીમ ઈન્ડિયામાં ઋતુરાજની જગ્યાએ કોણ લેશે તે અંગેની માહિતી સામે આવી શકી નથી. ઋતુરાજે ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધી 9 ટી20 મેચ રમી છે અને આ દરમિયાન તેણે 135 રન બનાવ્યા છે. તે વન-ડે મેચ પણ રમી ચૂક્યો છે. જોકે આ પછી તે ભારત તરફથી રમી શક્યો નથી. તેણે ટીમ ઇન્ડિયા માટે છેલ્લી મેચ ઓક્ટોબર 2022માં રમી હતી. આ તેની ડેબ્યૂ વન-ડે મેચ પણ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.