ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે પાંચમી ટી 20 મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી અને શ્રેણી 2-2થી ડ્રો રહી. પાંચમી મેચમાં માત્ર 3.3 ઓવરની રમત રહી, પરંતુ આ મેચમાં ભારતીય ટીમના સ્ટાર બેટર ઋતુરાજ ગાયકવાડે એવી હરકત કરી કે જેની યુઝર્સે ખૂબ ટીકા કરી અને સોશિયલ મીડિયામાં યુઝર્સ તેના પર ભડક્યા.
ઋતુરાજ ગાયકવાડે ગ્રાઉન્ડસમેન સાથે કર્યુ ખરાબ વર્તન
ગાયકવાડે ગ્રાઉન્ડસમેનને હાથથી ધક્કો મારવાનો કર્યો પ્રયાસ
સોશિયલ મીડિયામાં યુઝર્સે ગાયકવાડની કરી ટીકા
ઋતુરાજ ગાયકવાડે કરી આવી હરકત
પાંચમી ટી-20 મેચને વરસાદને કારણે અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે ઋતુરાજ ગાયકવાડ બધા ખેલાડીઓની સાથે ડગઆઉટમાં બેઠા હતા ત્યારે એક ગ્રાઉન્ડસમેન તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે અને ઋતુરાજ ગાયકવાડ તેની સાથે ખરાબ વર્તન કરે છે. તે ગ્રાઉન્ડસમેનને હાથથી ધક્કો મારવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગ્રાઉન્ડસમેન સેલ્ફી લેવાનુ ચાલુ રાખે છે. ત્યારબાદ ઋતુરાજ તેને ત્યાંથી જવા માટે કહી દે છે. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
IND🇮🇳 vs SA🇿🇦
Match no. 5 🏏
Chinnaswamy Stadium, Bangaluru 🏟️
Match delayed due to rain 🌧️
Why the heck Ruturaj Gaikwad behaving like this with ground staff? Just for a selfie he is being arrogant towards him. This kind of behaviour is really unacceptable in gentleman's game. pic.twitter.com/A1sjqnMQu7
ઋતુરાજ ગાયકવાડનો આવો એટીટ્યુડ જોઇને ક્રિકેટના પ્રશંસકો નારાજ થાય છે. એક યુઝરે લખ્યું કે ઋતુરાજ ગાયકવાડે આવુ નહોતુ કરવાનુ. બીજા યુઝરે લખ્યું કે ઋતુરાજ ગાયકવાડે ખૂબ ખોટુ કર્યુ. તેણે ગ્રાઉન્ડ્સમેનની સાથે આવુ નહોતુ કરવાનુ. તો ત્રીજા યુઝરે ગાયકવાડને સલાહ આપી કે એક ક્રિકેટર પાસેથી આ આશા રાખી શકાય નહીં.
સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં ભુવનેશ્વર કુમારે આક્રમક બોલિંગના કારણે બધાનુ દિલ જીતી લીધુ. તેમણે પાંચ ટી-20 મેચમાં 6 વિકેટ પ્રાપ્ત કરી. તો ભારતીય ટીમ તરફથી સૌથી મોટા મેચ વિનર બનીને ઉભર્યા.