બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / રણજી ટ્રોફીમાં કેચ આઉટ થતાં જ ભડક્યો ઋતુરાજ ગાયકવાડ, વીડિયો શેર કરી કાઢી ભડાસ
Last Updated: 10:37 PM, 7 November 2024
ઈન્ડિયા A ના કેપ્ટન રુતુરાજ ગાયકવાડે ગુરુવારે રણજી ટ્રોફીના વિવાદાસ્પદ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી હતી. પુણેમાં ગ્રુપ Aની મેચમાં સેના અને મહારાષ્ટ્રની ટીમો સામસામે છે. મેચના બીજા દિવસે સેનાએ લીડ મેળવી લીધી છે, જોકે, મહારાષ્ટ્રની ઇનિંગ દરમિયાન કેપ્ટન અંકિત બાવનેને આઉટ કરવાને લઈને ઘણો વિવાદ થયો હતો, જેને લઈને રુતુરાજ ગાયકવાડે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે અને તેના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.
ADVERTISEMENT
Ruturaj Gaikwad unhappy with a umpire's horrible decision pic.twitter.com/L1AOjvHWQF
— Div🦁 (@div_yumm) November 7, 2024
ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરતી વખતે ઋતુરાજ ગાયકવાડે લખ્યું, તેને લાઇવ મેચમાં કેવી રીતે આઉટ આપી શકાય? કેચ માટે અપીલ કરવી પણ શરમજનક છે. રૂતુરાજ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં અંકિત બાવને બીજી સ્લિપ તરફ હળવાશથી રમ્યો હતો પરંતુ બોલ બેટની કિનારી લઈને ફિલ્ડર સુધી પહોંચી ગયો હતો. જો કે, રિપ્લેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે બોલ ફિલ્ડરના હાથ સુધી પહોંચતા પહેલા જ જમીનને સ્પર્શી ગયો હતો.
ADVERTISEMENT
Ruturaj Gaikwad was fuming with Ankit Bawne's controversial dismissal against Services #RanjiTrophy2024
— Vijeet Rathi (@vijeet_rathi) November 7, 2024
Source: Gaikwad's Instagram story pic.twitter.com/HParORg3YQ
ઓપનર સૂરજ વશિષ્ઠ (79 રન, 191 બોલ, નવ ચોગ્ગા, એક છગ્ગો) અને શુભમ રોહિલા (67 રન, 132 બોલ, નવ ચોગ્ગા)એ પ્રથમ વિકેટ માટે 128 રન ઉમેરીને સેનાને સારી શરૂઆત અપાવી હતી. રવિ ચૌહાણે પણ 130 બોલમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 59 રનની ઇનિંગ રમીને મુલાકાતી ટીમની સ્થિતિ મજબૂત કરી હતી.
સેનાએ પ્રથમ દાવમાં 110.3 ઓવરમાં 293 રન બનાવ્યા હતા. જવાબમાં મહારાષ્ટ્રે 58.5 ઓવરમાં 185 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં આર્મીએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના 15 રન બનાવી લીધા છે અને 123 રનની લીડ મેળવી લીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Mans Junior Asia Cup / ભારતે જીત્યો જુનિયર એશિયા કપનો ખિતાબ, ફાઈનલ મેચમાં પાકિસ્તાનને હરાવી બન્યું ચેમ્પિયન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.