Russian state owned company rosneft interested in purchasing share of bharat petroleum as a part of disinvestment
ડિસઈન્વેસ્ટમેન્ટ /
ભારત પેટ્રોલિયમનો હિસ્સો ખરીદવામાં આ રશિયન કંપનીને રસ; દેશમાં કરી શકે છે પગપેસારો
Team VTV03:37 PM, 05 Feb 20
| Updated: 03:37 PM, 05 Feb 20
કેન્દ્રમાં મોદી સરકારે મહારત્ન સમાન કંપની ભારત પેટ્રોલિયમનો હિસ્સો વેચવાથી 60,000 કરોડ રૂપિયા એકઠા કરવાની અપેક્ષા રાખી છે. નવેમ્બર 2019માં જ કેન્દ્રીય કેબિનેટે કંપનીના હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી.
ભારત પેટ્રોલિયમનું ખાનગીકરણ
કેન્દ્રમાં મોદી સરકારે મહારત્ન સમાન કંપની ભારત પેટ્રોલિયમ નો હિસ્સો વેચવાથી 60,000 કરોડ રૂપિયા એકઠા કરવાની અપેક્ષા રાખી છે. નવેમ્બર 2019માં જ કેન્દ્રીય કેબિનેટે કંપનીના હિસ્સાના વેચાણને મંજૂરી આપી હતી.
ભારત પેટ્રોલિયમનું ડિસઇન્વેસ્ટમેન્ટ '
રોઝનેફ્ટના CEO આઇગોર સેચેન (Source : Wikipedia)
ભારત સરકારની ઓઇલ કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડને રશિયન સરકારી કંપની રોઝનેફ્ટ ખરીદી શકે છે. રશિયાની સૌથી મોટી તેલ ઉત્પાદક કંપનીએ આ ઇચ્છા વ્યક્ત કરી છે તેમ જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રોઝનેફ્ટના CEO આઇગોર સેચેન તેમની યોજના સાથે બુધવારે પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન ને મળ્યા હતા. ભારત પેટ્રોલિયમનો હિસ્સો વેચીને સરકાર રૂ. 60,000 કરોડ એકત્ર કરવાનો અંદાજ રાખે છે.
ગુજરાતના જામનગરમાં દેશની બીજી સૌથી મોટી ખાનગી ઓઇલ રિફાઇનરીમાં રોઝનેફ્ટનો પહેલેથી મોટો હિસ્સો છે. હવે ભારત પેટ્રોલિયમનો હિસ્સો ખરીદીને રશિયન કંપની ભારત દેશના તેલ બજારમાં મોટી ભૂમિકા ભજવશે. રશિયન કંપની વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા તેલ બજાર ભારતમાં તેના પગલા માંડવાની યોજના બનાવી રહી છે.
નાસ્તામાં રોઝેફ્ટના સીઇઓ ધર્મેન્દ્રને મળ્યા
BPCL નું ખાનગીકરણ મોદી સરકારની ખાનગીકરણ યોજનાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. સરકાર કંપનીમાં તેનો સંપૂર્ણ 53% હિસ્સો વેચવા જઈ રહી છે. આ સમગ્ર મામલે વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે સેચેન પેટ્રોલિયમ પ્રધાનને નાસ્તામાં પહેલી વાર મળ્યા હતા. આ પછી તેઓ ફરી એક વખત તેમના સંપૂર્ણ ડેલિગેશન સાથે મળ્યા. આ વાતચીત દરમિયાન સેચેને ભારત પેટ્રોલિયમમાં પોતાનું રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર ભારત પેટ્રોલિયમના હિસ્સા માટે UAEની ADNOC અને સાઉદી અરેબિયા ની તેલ કંપની અરામકો પણ બોલી લગાવે તેવી શક્યતા છે.
નવેમ્બરમાં સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટને લીલી ઝંડી આપી
કેન્દ્રીય કેબિનેટે નવેમ્બર 2019 માં જ ભારત પેટ્રોલિયમ હિસ્સાના વેચાણને મંજૂરી આપી દીધી હતી. આ પછી સરકાર દ્વારા તાજેતરમાં જણાવાયું હતું કે ટૂંક સમયમાં જ કંપનીના હિસ્સાને વેચવા માટે એક્પ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ જાહેર કરવામાં આવશે જેના દ્વારા કંપનીઓને બોલી માટે આમંત્રણ આપવામાં આવશે.