બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:12 PM, 19 June 2024
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બુધવારે વહેલી સવારે ઉત્તર કોરિયા પહોંચ્યા જ્યાં કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને તેમનું ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર રિસીવ કર્યા બાદ કિમ ત્યાંથી પુતિન સાથે એ જ કારમાં બેસીને રવાના થયા હતા. પુતિને કહ્યું કે બંને દેશો અમેરિકન પ્રતિબંધો હટાવવા માટે એકબીજાને સહયોગ કરવા માંગે છે.
ADVERTISEMENT
MASSIVE red carpet rolled out for Putin on arrival to North Korea pic.twitter.com/GOLkFpRqsx
— COMBATE |🇵🇷 (@upholdreality) June 18, 2024
એક વીડિયો સામે આવ્યો છે જેમાં એરપોર્ટ પર વિશાળ રેડ કાર્પેટ બિછાવવામાં આવી રહી છે. કિમ રેડ કાર્પેટ પર પુતિનની રાહ જોતી જોવા મળી રહી છે. જેમ જ પુતિન પોતાના વિમાનની સીડીઓથી નીચે આવે છે, કિમ આગળ વધે છે અને તેમની સાથે હાથ મિલાવે છે અને પછી બંને નેતાઓ ખૂબ જ ઉષ્માપૂર્ણ રીતે ભેટતા જોવા મળે છે.
ADVERTISEMENT
કિમ જોંગ ઉન અને પુતિનની ઐતિહાસિક બેઠક
ADVERTISEMENT
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પ્યોંગયાંગ એરપોર્ટ પર પુતિનને મળ્યા હતા. ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું કે, તેઓએને હાથ મિલાવ્યા અને ગળે લગાવ્યા બાદ તેઓ એકસાથે એક જ કારમાં બેસી ગયા અને તેઓ પ્યોંગયાંગના કુમસુસન સ્ટેટ ગેસ્ટ હાઉસ તરફ ગયા હતાં. એજન્સીએ તેમની બેઠકને એક ઐતિહાસિક ઘટના ગણાવી જે બંને દેશોની મિત્રતા અને એકતાની અજેયતા અને ટકાઉપણું દર્શાવી છે.
ઉષ્માભેર સ્વાગત કરાયું
ADVERTISEMENT
ઉત્તર કોરિયા એક એવો દેશ છે જે વિશ્વના અન્ય ભાગોથી અલગ પડે છે જ્યાં પુતિન 24 વર્ષમાં પ્રથમ વખત મુલાકાતે આવ્યા છે. વિદેશી નેતાઓ અહીં ભાગ્યે જ જોવા મળે છે. જે તમામ સ્થિતિ વચ્ચે પુતિનની કોરિયા મુલાકાત કોરિયા માટે જ એક મોટી ઘટના છે જેને લઈ માટે વિસ્તૃત તૈયારીઓ કરવામાં આવી હતી. એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે, એરપોર્ટ પર વિશાળ રેડ કાર્પેટ પાથરવામાં આવી હતી. કિમ રેડ કાર્પેટ પર પુતિનની રાહ જોતા જોવા મળ્યા હતાં. તો પુતિન પોતાના વિમાનની સીડીઓથી નીચે આવે છે, તેમ તેમ કિમ આગળ વધે છે અને તેમની સાથે હાથ મિલાવે છે અને પછી બંને નેતાઓ ખૂબ જ ઉષ્માપૂર્ણ રીતે ભેટતા જોવા મળે છે.
ठीक 24 सालों बाद रूस के राष्ट्रपति पुतिन नार्थ कोरिया पहुँचे हैं. वहाँ के राष्ट्रपति किंम जोंग ने खुद एयरपोर्ट पर उनका स्वागत किया. पुतिन और किम मुलाक़ात ने दुनिया के कई देशों की नींद उड़ा दी है pic.twitter.com/xwgIyoysN4
— पंकज झा (@pankajjha_) June 19, 2024
ADVERTISEMENT
વાંચવા જેવું: '...ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે', હવે TET-TATના ઉમેદવારો લડી લેવાના મૂડમાં
પુતિન અને કિમનો કાફલો
ADVERTISEMENT
અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે પુતિન અને કિમનો કાફલો મોટી સંખ્યામાં બાઈક પર સવાર સુરક્ષા દળોની વચ્ચે આગળ વધી રહ્યો છે. ગગનચુંબી ઈમારતો વચ્ચે પહોળા રસ્તા પરથી પસાર થઈ રહેલા કાફલાનો આ વીડિયો વહેલી સવારનો દેખાય છે. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે પુતિન અને કિમનો કાફલો મોટી સંખ્યામાં બાઈક પર સવાર સુરક્ષા દળોની વચ્ચે આગળ વધી રહ્યો છે. ગગનચુંબી ઈમારતો વચ્ચે પહોળા રસ્તા પરથી પસાર થઈ રહેલા કાફલાનો આ વીડિયો વહેલી સવારનો વાયરલ થયો છે. વીડિયોમાં પુતિન પોતાની કારમાંથી બહાર નીકળતા જોવા મળે છે. કિમ જોંગ ઉન સાથે વાત કરતી વખતે તે આગળ વધતો જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.