બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:50 AM, 5 December 2024
વ્લાદિમીર પુતિને ભારતના વખાણ કરતાં કહ્યું હતું કે, "ભારતનું ધ્યાન સંપૂર્ણપણે તેના હિતમાં રહેલા કાર્યોને પ્રાથમિકતા આપવા પર છે" બુધવારે 4 ડિસેમ્બરે મોસ્કોમાં વિટીબી મંચ પર સંબોધન કરતાં પુતિને આયાત પ્રતિસ્થાપન કાર્યક્રમ અને ભારતના 'મેઈક ઈન ઈન્ડિયા' વચ્ચે સમાનતા દર્શાવી હતી અને ભારતમાં મેન્યુફેક્ચરિંગ ઓપરેશન સ્થાપિત કરવા માટે રશિયાએ તત્પરતા વ્યક્ત કરી હતી.
ADVERTISEMENT
રશિયા ભારતમાં રોકાણ કરવા તૈયાર
ADVERTISEMENT
પુતિને એમ પણ કહ્યું હતું કે ભારતે પોતાના હિતના કાર્યોને પ્રાથમિકતા આપતી નીતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. રશિયાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, " પ્રધાનમંત્રી મોદીની પાસે પણ 'મેઈક ઈન ઈન્ડિયા' નામનો એક પ્રોગ્રામ છે, અને અમે ભારતમાં આમારુ મેન્યુફેક્ચરિંગ પોઈન્ટ સ્થાપિત કરવા માટે તૈયાર છીએ. ભારતના પ્રધાનમંત્રી સ્થિર પરિસ્થિતનું નિર્માણ કરી રહ્યા છે અને અમને એવું લાગે છે કે ભારતમાં રોકાણ કરવું એ ફાયદાકારક રહેશે"
પુતિને રશિયન પ્રોડક્ટના પણ કર્યા વખાણ
પુતિને SMEના વિકાસ માટે બ્રિક્સ માં બદલાવને લઈને પણ વાત આકરી, અને તેમણે બજારમાંથી બહાર થઈ રહેલી પશ્ચિમી બ્રાન્ડની જગ્યાએ નવી બ્રાન્ડને ટક મળે તે માટે વાત કરી તો લોકો રશિયામાં નિર્માણ પામેલી આઇટી, કૃષિ અને ટેકનિકલ સેવાઓની વધુ લાભ લે તે તરફ પણ ઈશારો કર્યો.
વધુ વાંચો: ટ્રમ્પની ડેડલાઈન બાદ હમાસે આપી તમામ બંધકોને મારી નાખવાની ધમકી, કહ્યું- ભૂલનું પુનરાવર્તન ન કરતા
બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ વધારવા કરી પહેલ
પુતિને SME ના વિકાસ માટે બ્રિક્સ દેશો વચ્ચે સહયોગ વધે તે માટે પણ પહેલ કરી તો આવતા વર્ષે બ્રાઝિલમાં યોજાનાર શિખર સંમેલન દરમિયાન સહયોગ માટે પણ વાત કરતાં તેમણે કહ્યું કે, "હું બ્રિક્સ નિગમ સહયોગીઓ પાસેથી મુખ્ય ક્ષેત્રોની સ્થિત પર ધ્યાન રાખવા દોરીશ જેથી કરીને નિશ્ચિત રૂપે બ્રાઝિલના સહયોગીઓનું ધ્યાન આકર્ષિત કરશે જે આવતા વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT