બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હોટેલમાં દરોડા દરમિયાન રશિયન યુવતીની CID ક્રાઇમ સાથે બબાલ, પોલીસ સાથે કરી મારામારી
Last Updated: 08:09 PM, 2 August 2024
અમદાવાદના વસ્ત્રાપુરમાં દરોડા સમયે પોલીસ સાથે એક વિદેશી યુવતીએ બબાલ કરી હતી. હોટેલ શૈલીમાં CID ક્રાઇમની ટીમ સાથે રશિયન યુવતીઓએ બોલાચાલી કરતા મામલો બીચક્યો હતો.
ADVERTISEMENT
અમદાવાદઃ હોટેલમાં દરોડા દરમિયાન રશિયન યુવતીની CID ક્રાઇમ સાથે બબાલ, પોલીસ સાથે કરી મારામારી pic.twitter.com/Cnwgx2toBr
— Dinesh Chaudhary (@DineshVTVNews) August 2, 2024
વિદેશી યુવતીએ ભારે કરી!
ADVERTISEMENT
CID ટીમે હોટેલ અને સ્પામાં અલગ-અલગ 35 સ્થળોએ રેડ કરી હતી. આ દરમિયાન શૈલી હોટલમાં પણ તપાસ કરી હતી. ત્યારે બંને યુવતીઓને કેસમાં સાક્ષી બનાવી ભોગ બનનાર દર્શાવવાના હતા. CIDની ટીમે આ સંદર્ભે બંને પાસેથી વેરિફિકેશન માટે ડોક્યુમેન્ટ માગ્યા હતા.
આ પણ વાંચો: અંબાજીમાં ધ્વજા ચઢાવવાના ચાર્જ મુદ્દે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા કરી ખાસ અપીલ
CID ક્રાઇમની ટીમ સાથે બબાલ
જો કે પૂછપરછ દરમિયાન રશિયન યુવતીઓ ઉશ્કેરાઇ અને પોલીસ સાથે ઉદ્ધતાઇ ભર્યુ વર્તન કર્યુ હતું. પૂછપરછ કરતી ટીમની સામે હાથ ઉગામ્યો હતો. પોલીસે આ ઘટનાને લઇને હુમલો કરવા અંગે ફરિયાદ નોંધી છે. બંને યુવતીઓ પર CID ક્રાઇમના પી.આઇ જે.વી.રાઠોડ અને સ્ટાફ પર હુમલો કરવાનો આરોપ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.