બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 04:46 PM, 1 April 2022
ADVERTISEMENT
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું છે કે, અમે ભારતને કોઈ પણ પ્રકારના સામાન આપવા માટે તૈયાર છીએ. તે જે પણ અમારી પાસે ખરીદવા માગે છે. અમે ચર્ચા માટે તૈયાર છીએ. લાવરોવે કહ્યું કે, રશિયા અને ભારત વચ્ચે ખૂબ સારા સંબંધો છે.
ADVERTISEMENT
રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું ભારત પર અમેરિકી પ્રેશર ભારત રશિયા સંબંધોને પ્રભાવિત કરશે ? લાવરોવે કહ્યું કે, મને કોઈ શંકા નથી કે, કોઈ પ્રેશર અમારી ભાગીદારીને પ્રભાવિત કરે. તે (અમેરિકા) બીજાને પોતાના રાજકીય પાલન માટે મજબૂર કરી રહ્યા છે.
India is important country.If India sees to play that role which provides resolution of problem...If India is with its position of just&rational approach to int'l problems,it can support such process:Russian Foreign Min on possibility of India becoming a mediator b/w Moscow-Kyiv pic.twitter.com/IywQ2tUN9c
— ANI (@ANI) April 1, 2022
લાવરોવે કહ્યું કે, યુક્રેનમાં યુદ્ધ નહીં, વિશેષ ઓપરેશન ચાલી રહ્યું છે
યુક્રેનમાં યુદ્ધના વિકાસ વિશે પૂછવામાં આવતા લાવરોવે કહ્યું કે, આપે તેને યુદ્ધ કહ્યું કે, તે યોગ્ય નથી. આ એક વિશેષ ઓપરેશન છે. સૈન્ય માળખાકીય ઢાંચાના ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. અમારો ઉદ્દેશ્ય કીવ શાસનને રશિયા માટે ક્યારેય પણ ખતરા તરીકેની ક્ષમતા ઉભી કરી શકે તેનાથી વંચિત રાખવાનું છે.
#WATCH I have no doubt no pressure will affect our partnership... They (US) are forcing others to follow their politics: Russian Foreign Minister Sergey Lavrov when asked if US pressure on India will affect Indo-Russian ties pic.twitter.com/rmTnmbS8IZ
— ANI (@ANI) April 1, 2022
લાવરોવને પૂછવામાં આવ્યું કે, સુરક્ષા પડકારો મામલે ભારતનું સમર્થન કેવી રીતે કરી શકે ? લાવરોવે જવાબ આપ્યો કે, વાતચીત તે સંબંધોની વિશેષતા છે. જે અમે કેટલાય દાયકાઓથી ભારત સાથે વિકસીત કરેલી છે. સંબંધ રણનીતિક ભાગીદારી છે. આ એજ આધાર હતો, જેના પર અમે તમામ ક્ષેત્રોમાં પોતાનો સહયોગ વધારી રહ્યા છીએ.
રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે, મારુ માનવું છે કે, ભારતીય વિદેશ નીતિઓની વિશેષતા સ્વતંત્રતા અને વાસ્તવિકતા રાષ્ટ્રીય વૈધ હિતો પર ધ્યાન કેન્દ્રીય કરવાનું છે. રશિયાના સંઘમાં આધારિત સમાન નીતિ અને આ આપણને મોટા દેશો, સારા દોસ્ત અને વફાદાર બનાવે છે.
બે દિવસીય ભારતીય પ્રવાસે આવ્યા છે વિદેશ મંત્રી
આ અગાઉ શુક્રવારે સવારે સર્ગેઈ લાવરોવ આજે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મળ્યા હતા. બંને દોશોના વિદેશ મંત્રીઓની વચ્ચે યુક્રેન, અફઘાનિસ્તાન, ઈરાન, ઈંડો પૈસિફિક, આસિયાન અને ભારતીય ઉપ મહાદ્વિપમાં ઘટનાક્રમો અને દ્વિપક્ષીય સહયોગ પર ચર્ચા થઈ હતી.
આજે જ તેઓ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, મીટિંગમાં રશિયાના સસ્તાના ક્રૂડ ઓયલ, મિસાઈલ સિસ્ટમ સહિત વિવિધ મિલિટ્રી સામાનની સમયસર ડિલીવરી પર પણ વાત થવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિશ્વ શાંતિનું પગલું / ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ લાગુ પડ્યો, PM નેતન્યાહુએ કર્યું મોટું એલાન
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.