બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / સમુદ્ર કિનારે ભયંકર મોજું આવ્યું અને અભિનેત્રીને તાણી ગયું, 24 વર્ષની ઉંમરે હસીનાનું દર્દનાક મોત
Last Updated: 11:43 PM, 2 December 2024
Kamilla Belyatskaya: ફિલ્મ જગત માટે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. 24 વર્ષની અભિનેત્રીનું નિધન થયું છે. અભિનેત્રી થાઈલેન્ડમાં દરિયા કિનારે બેઠી હતી અને અચાનક એક ભયંકર મોજા આવ્યો જેમાં તે તણાઈ ગઈ છે. જે લહેર એટલી ભંયકર હતી કે તેણે અભિનેત્રીને પાણી બહાર નીકળવા જ ન દીધી અને આમ તેનું ડૂબી જવાથી મોત થયું છે. જે ભયાનક મૃત્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
રશિયની અભિનેત્રી દરિયા કિનારે બેઠી હતી, અચાનક આવ્યું મોજું, 24 વર્ષીય સુંદરી તણાઈ, થયું મૃત્યુ#Russianactress #KamilaBelyatskaya #KamilaBelyatskayadeath #KamilaBelyatskayadrownedsea pic.twitter.com/vSnbzOm3k5
— Dinesh Chaudhary (@DineshVTVNews) December 2, 2024
કમિલા બેલાત્સ્કાયાના મૃત્યુનો વીડિયો વાયરલ
ADVERTISEMENT
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોઈ શકાય છે કે રશિયન અભિનેત્રી કામિલા બેલ્યાત્સ્કાયા દરિયા કિનારે એક મોટા પથ્થર પર બેઠી હોય છે. ત્યાં તે યોગ કરતી હોય છે જેમાં તે વ્યસ્ત હોય છે. તેની આસપાસ શું થઈ રહ્યું છે તેના પર તેનું ધ્યાન હોતું નથી. ત્યારે દરિયામાં અચાનક એક મોટું મોજું ઊભું આવે છે અને તે ખડક પર બેઠેલી કમિલાને ખેચી લે છે.
દરિયામાં વિશાળ મોજું ઉછળ્યું અને....
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે આ લહેર કમિલા બેલાત્સ્કાયાને દરિયામાં ખેચી લે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે સમયે તે જગ્યાએ ઘણાં લોકો ત્યાં હાજર હતા. જ્યારે ત્યાં હાજર વ્યક્તિએ જોયું કે કમિલા ડૂબી રહી છે, તેમણે તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો પરંતુ તે બહાર નીકાળી શક્યા નહી.
આ પણ વાંચો: રૂપાણી મુખ્યમંત્રી નક્કી કરવા જશે, ગુજરાતના વાતાવરણમાં પલટાના એંધાણ, જુઓ 8 મોટા સમાચાર
કમિલા બેલાત્સ્કાયા વેકેશન મનાવવા ગઈ હતી
ધ સનની વિગતો મુજબ કામિલા બેલીઆત્સ્કાયા ત્યાં રજાઓ માણવા ગઈ હતી. જે સમય દરમિયાન તે યોગ કરવા માટે દરિયા કિનારે ગઈ હતી, પરંતુ કોને ખબર હતી કે તે આ રીતે દરિયામાં ડૂબી જશે. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કામિલાની શોધ થઈ રહી છે, પરંતુ તે મળી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel-Iran Conflict / ઈરાન-ઈઝરાયલ જંગ વચ્ચે ભારતીયો માટે એડ્વાઇઝરી જાહેર, નોટ કરી લેજો આ હેલ્પલાઇન નંબર
PM Modi Canada Visit / PM મોદી કેનેડા પ્રવાસે, G7 સમિટમાં થશે સામેલ, વિવિધ મુદ્દાઓ પર છેડાશે ચર્ચા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT