russia vaccine sputniks efficacy at 95 percent to be cheaper than us vaccines only in 700 rupee
કોરોના વાયરસ /
સ્પુતનિક-V વેક્સીન છે 95 ટકા અસરકારક, રશિયામાં મફત અને બાકી દેશ માટે રહેશે આ કિંમત
Team VTV09:42 AM, 25 Nov 20
| Updated: 09:45 AM, 25 Nov 20
રશિયાની કોરોના વાયરસની વેક્સીન સ્પુતનિક-V અન્ય વેક્સીનની સરખામણીએ સસ્તી સાબિત થઈ રહી છે. વેક્સીન બનાવનારા ગૈમેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઈક્રોબાયોલોજીના આધારે તે 95 ટકા અસરકારક છે. રશિયામાં આ વેક્સીન ફ્રીમાં મળશે પરંતુ અન્ય દેશ માટે તેની કિંમત 700 રૂપિયાની આસપાસ રહેશે.
રશિયાની રસી સ્પુતનિક-V 95 ટકા અસરકારક
રશિયામાં ફ્રીમાં મળશે સ્પુતનિક-V વેક્સીન
અન્ય દેશો માટે આ વેક્સીનની કિંમત 700 રૂપિયાની આસપાસ રહેશે
એક રિપોર્ટ અનુસાર ક્લિનિકલ ટ્રાયલના શરૂઆતના સંશોધનમાં સામે આવ્યું છે કે પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ બાદ આ વેક્સીને 91.4 ટકા અસરકારકતા દેખાડી હતી. પહેલા ડોઝના 42 દિવસ બાદ તે વધીને 95 ટકા થઈ. આ અન્ય અનેક વેક્સીન કરતાં અસરકારક સાબિત થઈ છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કરી જાહેરાત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે આ દેશના દરેક લોકો માટે વેક્સીન ફ્રી છે. જો કે દુનિયાના અન્ય દેશો માટે તેની કિંમત 700 રૂપિયાની આસપાસની રહેશે. વિદેશણાં વેક્સીનના પ્રોડક્શન અને પ્રમોશનનનું કામ જોતાં હેડ કિરિલ દિમિત્રિએવે કહ્યું કે સ્પૂતનિક વીની સંભવિત કિંમત અન્ય વેક્સીનની સરખામણીએ ઘણી ઓછી છે.
આ ખાસ ટેકનિકથી બની છે રશિયાની વેક્સીન
RDIFની તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર આ વેક્સીનના 2 ડોઝ લેવાના રહેશે. mRNA ટેકનિકથી બનેલી આ વેક્સીનની કિંમતની સરખામણીએ અન્ય વેક્સીનની કિંમત 2થી 3 ગણી ઓછી છે. RDIFએ અન્ય દેશના પાર્ટનર્સ સાથે 2021માં 50 કરોડથી વધારે લોકોને માટે વેક્સીન બનાવવાનો કરાર કર્યો છે. વેક્સીનની ખાસિયત છે કે તેને 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સુરક્ષિત રાખી શકાશે. તેમાં ગરમ તાપમાન વાળા દેશ પણ સામેલ છે જેમાં ભારતનો નંબર પણ છે. માર્કેટમાં આ વેક્સીનને સરળતાથી પહોંચાડી શકાશે. મળતી માહિતી અનુસાર આ વેક્સીનનો પહેલો ડોઝ જાન્યુઆરીમાં આવી શકે છે. જ્યારે અન્ય દેશો માટે તે સમય માર્ચ 2021ની શરૂઆતનો રહેશે.
40 હજાર વોલેન્ટિયર્સ લેશે ભાગ
વેક્સીનના ત્રીજા ફેઝના ટ્રાયલમાં 40 હજાર વોલેન્ટિયર્સ ભાગ લેશે. 19 હજારથી વધારે લોકોને પહેલો અને બીજો ડોઝ અપાયો છેજ્યારે 22 હજાર વોલેન્ટિયર્સને પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. શરૂઆતમાં આ વેક્સીનના ટ્રાયલના સમયે વોલેન્ટિયર્સને ઉલ્ટી અને માથું દુઃખવાની ફરિયાદ જોવા મળી હતી.
ઓક્સફર્ડની એસ્ટ્રાજેનેકા 90 ટકા અસરકારક હોવાનો કરાયો છે દાવો
આ વેક્સીનનમાં મોટા પાયે ઈફેક્ટિવ રહી છે. આ વેક્સીન હ્યુમન ટ્રાયલમાં 70 ટકા ઈફેક્ટીવ રહી છે. અમેરિકાની દવા કંપનીઓ ફાઈઝર અને મોર્ડનાએ પણ વેક્સીનના 90 ટકાથી વધારે કારગર હોવાનો દાવો કર્યો છે. તેમની વેક્સીનના એક ડોઝની કિંમત 19.50 ડોલર એટલે કે 1450 રૂપિયા હશે. એટલે કે બે ડોઝની કિંમત 2900 રૂપિયાની આસપાસ રહેશે. જ્યારે કોવિશીલ્ડના એક ડોઝની કિંમત 500 રૂપિયાની આસપાસ રહેશે.