બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / વિશ્વ / બોલિવૂડ / Russia Ukraine War: Viral video of Ukrainian soldiers tremendous dance on Naatu Naatu song

Russia Ukraine War / VIDEO: યુદ્ધમાં પણ ઇંડિયન સોંગથી યુક્રેનને મળી રહી છે 'તાકાત', નાટુ-નાટુ પર ડાન્સ કરીને રશિયાનો કર્યો વિરોધ

Megha

Last Updated: 12:24 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૈનિકો RRR ફિલ્મના નાટુ-નાટુ ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે.

  • નાટુ-નાટુ ગીતનો ક્રેઝ ક્રેઝ હવે યુદ્ધગ્રસ્ત યુક્રેન સુધી પહોંચી ગયો
  • હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
  • વીડિયોમાં સૈનિકો RRR ફિલ્મના ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા 

નાટુ-નાટુ ગીતનો ક્રેઝ લોકોના માથા પરથી ઉતરવાનું નામ નથી લઈ રહ્યો. આ ક્રેઝ હવે યુદ્ધગ્રસ્ત યુક્રેન સુધી પહોંચી ગયો છે. જણાવી દઈએ કે હાલ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સૈનિકો RRR ફિલ્મના ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. આ વિડીયો પણ લોકોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

આ શૂટિંગ રાષ્ટ્રપતિ નિવાસની બહાર કરવામાં આવ્યું હતું
ઓસ્કાર વિજેતા ગીત નાટુ-નાટુનું શૂટિંગ યુક્રેનમાં જ થયું હતું. ગીત ક્રમનું શૂટિંગ યુક્રેનના રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન મેરિન્સકી પેલેસમાં કરવામાં આવ્યું હતું. આ ગીત ઓગસ્ટ 2021 માં શૂટ કરવામાં આવ્યું હતું અને યુક્રેન પર રશિયાનું આક્રમણ થોડા મહિના પછી જ શરૂ થયું હતું. નોંધનીય છે કે માર્ચ 2022 દરમિયાન જ્યારે ફિલ્મનું પ્રમોશન શરૂ થયું ત્યારે ફિલ્મના ડિરેક્ટર એસએસ રાજામૌલીએ યુક્રેનમાં થયેલા શૂટિંગને યાદ કર્યું. આ સાથે તેમના દ્વારા રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પણ વિચારો શેર કરવામાં આવ્યા હતા. 

રાષ્ટ્રપતિએ શૂટ માટે સરળતાથી પરવાનગી આપી દીધી હતી
રાજામૌલીએ કહ્યું કે તે કેટલાક સીન શૂટ કરવા માટે યુક્રેન ગયો હતો. જ્યારે તેઓ ત્યાં ગયા ત્યારે તેમને એ પણ ખબર ન હતી કે આજે કયા મુદ્દાઓ પર યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે, જ્યારે હું પાછો આવ્યો અને આ બાબતો વિશે સમજ્યો, ત્યારે મને આ બાબતની ગંભીરતાનો અહેસાસ થયો. અનુભવ શેર કરતા રાજામૌલીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ તેમને તે સમય દરમિયાન સરળતાથી શૂટિંગ કરવાની મંજૂરી આપી હતી કારણ કે તેઓ પોતે ભૂતપૂર્વ અભિનેતા છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેમણે એક ટીવી સિરિયલમાં પણ ભૂમિકા ભજવી હતી. 

જણાવી દઈએ કે ગીતનું સિગ્નેચર સ્ટેપ એનટીઆર અને રામચરણે એકબીજાનો હાથ પકડીને કર્યું હતું. સિગ્નેચર સ્ટેપના શૂટિંગ દરમિયાન લગભગ 18 ટેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે આ ગીતની કોરિયોગ્રાફીમાં લગભગ બે મહિનાનો સમય લાગ્યો હતો. તેનું શૂટિંગ 20 દિવસ સુધી ચાલ્યું. નાટુ-નાટુ ગીતને બેસ્ટ ઓરિજિનલ સોંગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Naatu Naatu Song RRR film RRRs song Naatu Naatu RUSSIA UKRAINE WAR નાટુ-નાટુ russia ukraine war
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ