બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / રશિયા-યુક્રેન યુદ્ધમાં એક ભારતીય નાગરિકનું મોત, આવ્યું વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન, કહ્યું 'તમામને તુરંત છોડો'
Last Updated: 10:03 PM, 14 January 2025
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયન સેનામાં ભરતી કરવામાં આવેલ એક ભારતીય નાગરિકનું મોત થયું છે તથા અન્ય એક ઘાયલ થયો છે. જેથી ભારત સરકારે આ મુદ્દો રશિયા સામે મજબૂતીથી ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ મૂળ કેરળના ભારતીય નાગરિકના મૃત્યુ બાદ ભારતે ફરીવાર રશિયા પાસે તેમની સેના દ્વારા ભરતી કરાયેલા ભારતીય નાગરિકોને વહેલી તકે આઝાદ કરવાની માંગણી કરી છે.
ADVERTISEMENT
ભારત સરકારના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આજે જણાવ્યું કે, "અમને કેરળના એક ભારતીય નાગરિકના દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ વિશે જાણવા મળ્યું છે, જે રશિયન સેનામાં સેવા આપવા માટે ભરતી કરવામાં આવ્યો હતો. કેરળના અન્ય એક ભારતીય નાગરિક, તેમને પણ આવી જ રીતે ભરતી કરવામાં આવ્યો હતો જે ઘાયલ થયો છે અને મોસ્કોની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે."
ADVERTISEMENT
રણધીર જયસ્વાલે જણાવ્યું કે, "મોસ્કોમાં ભારતીય દૂતાવાસ બંને ભારતીયોના પરિવારોના સંપર્કમાં છે અને શક્ય હોય તેટલી તેમને મદદ કરવામાં આવી રહી છે. અમે મૃતદેહને જલ્દી ભારત લાવવા માટે
રશિયન અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ."
તેમને આગળ જણાવ્યું કે, "અમે ઘાયલોને જલ્દી રજા આપવા અને ભારત પરત મોકલવા માંગણી કરી છે. આ મામલાને આજે મોસ્કોમાં રશિયન અધિકારીઓ સાથે સાથે નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસ સામે પણ જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો હતો." તેમને એમ પણ કહ્યું કે, "ભારતે રશિયન સેનામાં સેવા આપી રહેલા બાકીના ભારતીય નાગરિકોને વહેલી તકે રજાની માંગ રિપીટ કરી છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.