russia ukraine war 603 indians evacuated from ukraine
ઓપરેશન ગંગા /
આજે વધુ 603 ભારતીય વિદ્યાર્થીઓ યુક્રેનથી માદરે વતન પરત ફર્યા, પરિવારજનોમાં ખુશીનો માહોલ
Team VTV08:31 AM, 06 Mar 22
| Updated: 08:38 AM, 06 Mar 22
'ઓપરેશન ગંગા' અંતર્ગત યુક્રેનથી 183 ભારતીય નાગરિકોને લઈને એક વિશેષ વિમાન રવિવારે હંગરીના બુડાપેસ્ટથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચ્યું હતું. તો બીજી બાજુ યુક્રેનથી પરત લાવવામાં આવેલા 210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ રોમાનિયાના બુખારેસ્ટથી દિલ્હી નજીક હિંડન એરબેઝ પર ઉતરી.
રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) ને આજે 11મો દિવસ
યુક્રેનથી 183 ભારતીય નાગરિકોને લઈને વિશેષ વિમાન દિલ્હી પહોંચ્યું
210 ભારતીયોને લઈને ભારતીય વાયુસેનાની ફ્લાઈટ હિંડન એરબેઝ પર ઉતરી
મહત્વનું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધ (Russia-Ukraine War) ને આજે 11મો દિવસ થઇ ગયો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સુરક્ષિત પરત લાવવા કેન્દ્ર સરકાર દ્વારા 'ઓપરેશન ગંગા' ચલાવવામાં આવી રહ્યું છે.
શનિવારે રોમાનિયાના બુખારેસ્ટથી 183 ભારતીયોને લઈને એક સ્પેશિયલ ફ્લાઈટ મુંબઈ આવી પહોંચી
શનિવારે મોડી રાત્રે પણ રોમાનિયાના બુખારેસ્ટથી 183 ભારતીયોને લઈને એક સ્પેશિયલ ફ્લાઈટ મુંબઈ આવી પહોંચી છે. આ તમામ ભારતીયો યુક્રેનથી રોમાનિયા આવી પહોંચ્યા હતાં. યુક્રેનમાં રશિયાના હુમલાના કારણે સ્થિતિ હાલમાં ભારે ખરાબ થઇ ગઇ છે. આ સાથે ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાનું કામ પણ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારનાં રોજ યુક્રેન સંકટ પર એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજી હતી. વડાપ્રધાનની આ બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકર, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, NSA અજીત ડોભાલ, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા સહિત અનેક અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં.
Indian Air Force flight carrying 210 Indians evacuated from Ukraine arrives at Hindan airbase near Delhi from Bucharest, Romania. pic.twitter.com/CZAXHIuGcF
UK પર રશિયન હુમલા બાદ અત્યાર સુધીમાં લગભગ 13,300 ભારતીયો સુરક્ષિત રીતે પરત ફર્યા છે. તમને જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરીએ રશિયાના સૈન્ય ઓપરેશનની શરૂઆતથી યુક્રેનિયન એરસ્પેસ બંધ છે. આવી સ્થિતિમાં, ભારત યુક્રેનના પડોશી દેશો - રોમાનિયા, હંગેરી, સ્લોવાકિયા અને પોલેન્ડમાંથી તેના નાગરિકોને વિશેષ ફ્લાઇટ્સ દ્વારા બહાર નીકાળી રહ્યું છે. એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ, ઈન્ડિગો, ગોફર્સ્ટ, સ્પાઈસજેટ અને એર એશિયા ઈન્ડિયા દ્વારા સંચાલિત ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ઉપરાંત, ભારતીય વાયુસેના યુક્રેનથી ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં સરકારને મદદ કરી રહી છે.