એક બાજુ જ્યાં રશિયા યુક્રેનના યુદ્ધના કારણે દુનિયા આખી પ્રયાસ કરી રહી છે ત્યારે ગુજરાતના ગાંધીવાદીએ એવો રસ્તો અપનાવ્યો છે કે તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
રશિયા યુક્રેનના યુદ્ધ વચ્ચે ગુજરાતનાં ધનજીભાઈ ચર્ચામાં
યુદ્ધ શાંત કરાવવા માટે બેઠા ધરણાં પર
કોઈ પણ ભોગે યુદ્ધ બંધ થવું જોઈએ: ગાંધીવાદી ધનજીભાઈ
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને 25 દિવસથી વધુ થઈ ગયા છે ત્યારે વિશ્વના મોટા મોટા દેશો પણ આ યુદ્ધને શાંત કરવામાં નિષ્ફળ નીવડ્યાં છે. આવામાં આ યુદ્ધને શાંત કરવા માટે ગુજરાતમાં ગાંધીવાદી આગળ આવ્યા છે. પાટણમાં રહેતા ગાંધીવાદી ધનજીભાઈએ આ માટે ગાંધી રસ્તો અપનાવ્યો છે અને કહ્યું છે કોઈ પણ ભોગે યુદ્ધ બંધ થવું જોઈએ.
જુઓ વીડિયો:
રશિયા દ્વારા યુક્રેન દેશ પર છેલ્લા કેટલાય દિવસથી હુમલા કરવામાં આવી રહ્યાં છે. રશિયા દ્વારા યુદ્ધ છેડાતા હજારો નિર્દોષ લોકો તેમજ બંને દેશના સૈનિકો મોતને ભેટયા છે. અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે. આ વેદનાને લઇ પાટણના પીઢ ગાંધીવાદી અને ગાંધી પ્રચારક ધનજીભાઈ વિશ્વબંધુએ પાટણ કલેકટર રોડ પર ધરણા પર બેસી ગયા હતા અને તેઓએ માંગ કરી હતી કે બંને દેશોના વિવાદ ગમે તે કેમ ન હોય પરંતુ યુદ્ધ કોઈપણ સંજોગોમાં ન થવું જોઈએ અહિંસક વાદી વિચારધારાને વરેલા ધનજીકાકાએ પોતાની વેદનાને વાચા આપવા યુધ્ધ બંધ કરવાની માંગ સાથે પાટણ કલેકટર રોડની ફુટપાથ ઉપર પ્રતિક ધરણા પર બેસી ગયા છે.