બ્રેકિંગ ન્યુઝ
Pravin
Last Updated: 07:42 AM, 22 February 2022
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચરમ પર છે. આ તમામની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું. રાષ્ટ્રને સંબોધન કરતા રશિયાઈ રાષ્ટ્રપતિ પુતને જે એલાન કર્યું છે, તેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. પુતિને એલાન કર્યું છે કે, રશિયા, પૂર્વ યુક્રેનને બે અલગ અલગ ક્ષેત્રોની સ્વતંત્રતાને માન્યતા આપશે. રશિયા , સ્વઘોષિત ગણરાજ્ય ડોનેત્સ્ક અને લુગંસ્કને અલગ દેશ તરીકે માન્યતા આપશે.
રશિયાના રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને સંબોધન કર્યું
ADVERTISEMENT
રશિયાઈ રાષ્ટ્રપતિએ ડોનેત્સ્ક પીપુલ્સ રિપબ્લિક અને લુગંસ્ક પીપુલ્સ રિપબ્લિકની માન્યતા સંબંધિત કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર પણ કર્યા છે. રશિયાઈ રાષ્ટ્રપતિએ ડીપીઆરના પ્રમુખ ડેનિસ પુશિલિન અને એલપીઆરના પ્રમુખ લિયોનિદ પાસચનિકની સાથે સંધિ પર પણ હસ્તાક્ષર કર્યા છે. રશિયા અને ડીપીઆર, એલપીઆર વચ્ચે આ સંધિ મૈત્રી, સહયોગ અને પારસ્પરિક સહાયતાને લઈને છે.
આ વાત પર ભાર આપ્યો
રશિયાના રાષ્ટ્રપતિએ આ ઉપરાંત કહ્યું હતું કે, જે લોકોને હિંસા, રક્તપાત, અરાજકતાના રસ્તા જવું છે, તેમને ડોનબાસના મામલાને જાણ્યો જ નથી. ડોનેત્સક પીપુલ્સ રિપબ્લિક અને પીપુલ્સ રિપબ્લિક લુંગસ્કકી સ્વતંત્રતા અને સંપ્રભુતાને ઓળખશે. તેમણે એવું પણ કહ્યું કે, રશિયાઈ સંઘની સંઘિય વિધાનસભાના આ નિર્ણયનું સમર્થન કરવા માટે કહેશે અને બાદમાં આ ગણરાજ્યોની સાથે દોસ્તી અને પારસ્પરિક સહાયતા માટે બે સંધિઓ કરશે. જેનાથી સંબંધિત દસ્તાવેજ ટૂંક સમયમાં જ તૈયાર કરવામાં આવશે. રશિયાઈ રાષ્ટ્રપતિના એલાન બાદ હવે યુક્રેન આ વિસ્તારમાં રશિયાઈ સૈનિકોના પ્રવેશ કરવાની આશંકા સેવાઈ રહી છે.
યુક્રેનને લઈને કહી દીધી આ વાત
પોતાના સંબોધનમાં પુતિને કહ્યું કે, નાટોમાં યુક્રેનનું શામેલ થવું રશિયાની સુરક્ષા માટે સીધો ખતરો છે. હાલમાં જ બનેલી ઘટનાઓ યુક્રેનમાં નાટોના સૈનિકોને ઝડપથી તૈનાતી માટે કવરની માફક કામ કરે છે. તેમણે દાવો કર્યો છે કે, યુક્રેનમાં નાટો ટ્રેનિંગ સેન્ટર નાટોના સૈન્યા ઠેકાણા બરાબર છે. યુક્રેનના સંવિધાનમાં વિદેશી સૈન્ય બેસની મંજૂરી આપતું નથી. રશિયાઈ રાષ્ટ્રપતિએ રાષ્ટ્રને સંબોધન કરતા આ પણ કહ્યું કે, યુક્રેનની યોજના પરમાણું હથિયાર બનાવાની છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT