બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:20 PM, 13 November 2024
યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયા ઘટતી વસ્તીની સમસ્યા વેઠી રહ્યું છે અને આને પહોંચી વળવા માટે હવે પુતિન સરકારે 'સેક્સ' નું હથિયાર ઉગામ્યું છે. પુતિન સરકાર હવે વસ્તી વધારા માટે અનોખા પરંતુ હેરાનીભર્યા ઉપાય લઈને આવી છે. રિપોર્ટ્સ અનુસાર રાશિયાની સરકાર એક 'સેક્સ મંત્રાલય' શરૂ કરવાનું વિચારી રહી છે. આ મંત્રાલયનો ઉદેશ્ય જનસંખ્યા વધારવાનો અને જન્મ દર વધારવામાં મદદ કરવાનું રહેશે .
ADVERTISEMENT
વસ્તી વધારવા માટે Ministry of Sex કરી શકે છે આ કામ
ADVERTISEMENT
રશિયામાં ઘટતા જન્મ દરને વધારવા માટે સરકારે અમુક અસામાન્ય અને વિચિત્ર પ્રસ્તાવ મળ્યા છે, જે દેશની જનસંખ્યાના દરને વધારવામાં મદદ કરી શકે છે.
ઈન્ટરનેટ એન લાઇટ બંધ: પ્રસ્તાવમાં સલાહ છે કે રાતના 10 વાગ્યાથી લઈને સવારના 2 વાગ્યા સુધી ઈન્ટરનેટ અને લાઇટ કાપવામાં આવે, જેથી દંપતી સાથે સમય પસાર કરવા માટે પ્રેરિત કરી શકાય. આ પહેલનો હેતુ સેક્સ ગતિવિધિઓને વધારવાનો છે.
મા બનવા પર નાણાકીય સહાયતા: પ્રસ્તાવ છે કે ગૃહિણીઓને બાળકની દેખરેખ અને ઘરેલુ કર્યો માટે પેન્શન સાથે વધારાના પૈસા આપવામાં આવે. આનો હેતુ મહિલાઓને પરિવાર વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
પહેલી ડેટ માટે સહાય: લોકોને એક-બીજાથી મળવા અને સંબંધ બનાવવા માટે પ્રેરિત કરવા માટે પહેલી ડેટ પર જવા માટે 5000 રૂબલ સુધી આપવા બાબતે વિચારી શકે છે.
સુહાગરાતનો ખર્ચ: નવદંપતીને સારી હોટલમાં સુહાગરાત માટે સરકારી વ્યવસ્થા હોય, કપલને ગર્ભધારણ માટે પ્રોત્સાહન આપવા માટે 26,300 રૂબલ આપવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.
વધુ વાંચો:ચૂંટણી જીત્યા બાદ આ 'ગુપ્ત સ્થળે' છુપાયા ટ્રમ્પ? બંધ બારણે કેમ બેઠા? સામે આવ્યું સત્ય
લંચબ્રેકમાં સેકસ: એક ક્ષેત્રીય સ્વાસ્થ્ય મંત્રીએ સલાહ આપી છે કે કર્મચારીને કોફી અને લંચ બ્રેક દરમિયાન સેકસ બ્રેક પણ મળે.
ફ્રી ચેકઅપ: પ્રેગ્નેન્ટ મહિલાઓ માટે ફ્રી સ્વાસ્થ ચેકઅપની સલાહ મળી છે, જેથી તેને સ્વાસ્થ્ય સંબંધિત સુવિધા મળી શકે. બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.