મહત્વના સમાચાર / દુનિયાની પહેલી કોરોના વેક્સીનને મંજૂરી આપવાની તૈયારીમાં આ દેશ

Russia may approve world first covid19 vaccine for public use by mid ausgust

કોરોના મહામારીએ દુનિયાની આર્થિક અને સામાજિક રીતે કમર તોડીને રાખી દીધી છે. આ સમયે દરેક લોકોને કોરોનાની વેક્સીન આવવાની રાહ છે. આ વચ્ચે રશિયાથી મહત્વના સમાચાર આવ્યાં છે. રશિયા બે અઠવાડિયાથી ઓછા સમયમાં દુનિયાની પહેલી કોરોના વેક્સીનની મંજૂરી આપી શકે છે. આ જાણકારી સીએનએનએ પોતાના રિપોર્ટમાં આપી છે. રશિયાના અધિકારીઓએ સીએનએનને જણાવ્યું કે તેઓ વેક્સીનની મંજૂરી માટે 10 ઓગસ્ટ અથવા તે પહેલાની તારીખ પર કાaમ કરી રહ્યાં છે. આ વેક્સીનને મોસ્કોમાં આવેલા ગમલેયા ઇન્સ્ટીટયૂટ દ્વારા  બનાવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ