બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / russia is thinking upon to start visa free entry for indian visitors

એલાન / ભારતીયોને ખાસ ગિફ્ટ આપી શકે છે પુતિન, SCO સમિટ પહેલા રશિયાએ કર્યું મોટું એલાન

Jaydeep Shah

Last Updated: 01:12 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે. જાણો વિગતવાર

 

  • રશિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા શરૂ કરી  શકે છે 
  • હાલમાં રશિયા ભારતીયો માટે જલ્દી જ ઇ - વિઝાની શરૂઆત કરશે
  • મોસ્કો સિટી ટૂરિઝમ કમિટીની ડેપ્યુટી ચેરમેન અલીના અરુતુનોવાએ મુંબઈમાં આ વાત કરી 

શિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા શરૂ કરી  શકે છે 

રશિયા ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી એન્ટ્રીની વ્યવસ્થા શરૂ કરવા પર વિચાર કરી રહ્યું છે. મોસ્કો સિટી ટૂરિઝમ કમિટીની ડેપ્યુટી ચેરમેન અલીના અરુતુનોવાએ મુંબઇમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે રશિયા ભારતીય કારોબારીઓ અને પ્રવાસીઓ માટે વિઝા ફ્રી સ્કીમ શરૂ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે, જેનાં પર જલ્દી જ નિર્ણય કરવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું છે કે હાલમાં રશિયા ભારતીયો માટે જલ્દી જ ઇ - વિઝાની શરૂઆત કરશે. 

અલીના અરુતુનોવા શું કહે છે?
અલીના અરુતુનોવાએ કહ્યું કે રશિયાના રાષ્ટ્રપતિ વિઝાની સ્કીમની પહેલનું સમર્થન કરે છે. ઈરાન માટે વિઝા ફ્રી સ્કીમને પહેલા જ લીલી ઝંડી મળી ચૂકી છે અને આશા છે કે જલ્દી જ ભારતમાં પણ આ સ્કીમ શરૂ કરવામાં આવશે. તુર્કી, જર્મની અને ભારતથી દર વર્ષે મોટા પાયે પ્રવાસીઓ રાશિયા આવે છે. 

​​​​​​​

તેમણે કહ્યું કે 2020માં ભારત સહિત 52 દેશો માટે ઇલેક્ટ્રોનિક વિઝા શરૂ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. પણ કોરોનાને કારણે અત્યાર સુધી આ લાગુ થઈ શક્યું નહીં પણ અમને આશા છે કે આ જલ્દી જ શરૂ થઈ જશે અને ઇ-વિઝાથી વિદેશી પર્યટકોના આગમનની પ્રક્રિયા સરળ બનશે. 

ભારતથી દર વર્ષે મોટા પાયે પ્રવાસીઓ રાશિયા આવે છે

પર્યટનના ક્ષેત્ર પર રશિયા - યુક્રેન યુદ્ધને કારણે પડેલા પ્રભાવ વિશ તેઓ કહે છે કે દુનિયાભરમાં અનિશ્ચિતતાના માહોલમાં પર્યટન લોકો અને સંસ્કૃતિઓ વચ્ચે એક પુલનું કામ કરે છે.  આ વર્ષે શરૂઆતના છ મહિનાઓ દરમિયાન રશિયામાં 13,300 ભારતીયો આવ્યા હતા. આશા છે એકે 2023ના અંત સુધીમાં આ આંકડો મહામારીથી પહેલાના સમય જેટલો થઈ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarati News India vladimir putin રશિયા વ્લાદિમીર પુતિન INDIA
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ