બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 10:46 PM, 26 October 2022
ADVERTISEMENT
યુક્રેન સાથે પરમાણુ યુદ્ધની ધમકીઓ વચ્ચે રશિયાએ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી છે. ક્રેમલિન કહ્યું કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે મોસ્કોના રણનીતિ પ્રતિનિતી દળોની તાલીમની નિરક્ષણ કર્યું હતું. જે પરમાણુ યુદ્ધની ધમકીઓનો જવાબ આપવા માટે તૈનાત છે. સરકારી ટેલિવિઝન પર પુતિનને કંટ્રોલ રૂમમાંથી કવાયતની દેખરેખ કરતા દર્શાવ્યા હતા. તે જ સમયે ક્રેમલિનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે Tu-95 લાંબા અંતરના વિમાનને પણ કવાયતમાં શરૂ કરવામાં આવ્યા છે.
Russian President Vladimir Putin oversaw the training of Moscow's strategic deterrence forces, troops responsible for responding to threats of nuclear war, the Kremlin said. State television showed Putin overseeing the drills from a control room: AFP News Agency
— ANI (@ANI) October 26, 2022
(Pic: AFP) pic.twitter.com/bZFnDXFFrI
ADVERTISEMENT
બુધવારે રશિયાના રક્ષા મંત્રી સર્જઈ શોઇગુ અને ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. આ દરમિયાન રાજનાથ સિંહે શોઇગુને કહ્યું કે યુક્રેન યુદ્ધમાં કોઈપણ પક્ષ દ્વારા પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે પરમાણુ અથવા રેડિયોલોજીકલ હથિયારોનો ઉપયોગ માનવતાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.