બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Russia giving soldiers Viagra to rape Ukrainians, UN envoy says: Report

ધૃણાસ્પદ કૃત્ય / રશિયન સૈનિકો સેક્સવર્ધક ગોળીઓ ખાઈને યુક્રેની મહિલાઓ પર કરી રહ્યાં છે રેપ અને યૌન હિંસા- UNનો દાવો

Last Updated: 08:30 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં યુદ્ધ લડી રહેલા રશિયાએ યુદ્ધની જે રણનીતિ બનાવી છે તેનો એક ચોંકાવનારો દાવો યુએન દૂત પ્રેમિલા પૈટને કર્યો છે.

  • સંયુક્ત રાષ્ટ્રના દૂત પ્રમિલા પૈટનનો ચોંકાવનારો દાવો 
  • રશિયા યુક્રેનમાં રેપ માટે તેના સૈનિકો આપી રહ્યો છે વાયગ્રા
  • યુક્રેનમાં રેપ અને જાતિય હિંસા રશિયન સૈનિકોની રણનીતિનો ભાગ 

હાલમાં રશિયા યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યું છે. રશિયાને કોઈ પણ ભોગે યુક્રેનને જીતી લેવું છે એટલે તો તે 9 મહિનાથી યુદ્ધ લડી રહ્યું છે આ દરમિયાન રશિયાએ એક એવી રણનીતિ વાપરી છે જે જાણીને ધ્રુજી જવાય તેવું છે. રશિયા તેના સૈનિકોને યુક્રેનમાં મહિલા તથા બાળકો પર રેપ કરવા માટે વાયગ્રા આપી રહ્યો હોવાનો સનસનીખેજ દાવો થયો છે. 

રેપ, યૌન હિંસા અને અમાનવીય વ્યવહાર રશિયન સેનાની રણનીતિ 
સંયુક્ત રાષ્ટ્રના દૂત પ્રમિલા પૈટને એવું જણાવ્યું કે યુક્રેનના લોકોનો રેપ કરવો અને યૌન હિંસા કરવી રશિયન સેનાની રણનીતિનો એક ભાગ છે. તેમણે કહ્યું કે યુક્રેનમાં રશિયન સેના દ્વારા કરવામાં આવી રહેલા રેપ, યૌન હિંસા અને અમાનવીય વ્યવહાર રશિયાની સેનાની રણનીતિનો એક ભાગ છે. 

યુક્રેની મહિલાઓ વાયગ્રા વિશે કહી ચૂકી છે 
પ્રમિલા પૈટને કહ્યું કે યુક્રેનની મહિલાઓ દ્વારા આપવામાં આવેલી જુબાની પરથી સ્પષ્ટ થાય છે કે રેપ અને યૌન હિંસાની ઘટનાઓ રશિયાની સૈન્ય વ્યૂહરચનાનો એક ભાગ છે. જ્યારે મહિલાઓને દિવસો સુધી બંદી બનાવવામાં આવે છે અને બળાત્કાર કરવામાં આવે છે, જ્યારે નાના છોકરાઓ અને પુરુષો પર બળાત્કાર થવાનું શરૂ થાય છે, જ્યારે આપણે મહિલાઓને વાયેગ્રાથી સજ્જ રશિયન સૈનિકો વિશે જુબાની આપતા સાંભળીએ છીએ ત્યારે રશિયાની આવી રણનીતિની ખબર પડે છે. 

રશિયા જાતિય ગુનાઓ આચરી રહ્યાં છે- કેનેડાના રાજદૂત 
કેનેડામાં યૂક્રેનના રાજદૂતે પણ રશિયન સૈનિકો પર યૌન હિંસાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે રશિયા જાતીય હિંસાનો ઉપયોગ યુદ્ધના શસ્ત્ર તરીકે કરી રહ્યું છે અને બળાત્કાર અને જાતીય ત્રાસના કિસ્સાઓને યુદ્ધના ગુના ગણવા જોઈએ. રાજદૂત યુલિયા કોવાલિવે સોમવારે કેનેડિયન હાઉસ ઓફ કોમન્સની એક સમિતિને જણાવ્યું હતું કે રશિયન સૈનિકો જાતીય ગુનાઓ કરી રહ્યા છે અને બાળકોને છોડતા નથી. તેમણે કહ્યું કે બળાત્કાર અને જાતીય હુમલોના કેસોની તપાસ યુદ્ધના ગુનાઓ તરીકે થવી જોઈએ. 

રશિયા છેલ્લા 9 મહિનાથી યુક્રેનમાં યુદ્ધ લડી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 9 મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયન દળો યુક્રેનમાં ઘુસીને ભીષણ તબાહી મચાવી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Pramila Patten Putin RUSSIA UKRAINE WAR russua ukraine war પ્રેમિલા પૈટન પ્રેસિડન્ટ પુતિન રશિયા યુક્રેન વોર russia ukraine war
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ