Team VTV03:05 PM, 07 Mar 22
| Updated: 03:06 PM, 07 Mar 22
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ કોમ્પ્યુટરને 'કોરોના વાયરસ' બનાવવામાં સફળતા મેળવી છે. રશિયાનું આ કોમ્પ્યુટર કોરોના વાયરસ પોર્નનો ઉપયોગ કરે છે અને યુઝર્સ જાળમાં ફસાઈ જતા જ તેનું લેપટોપ અને ફોન નકામા થઈ જાય છે.
પશ્ચિમી દેશો દ્વારા લગાવાયેલા પ્રતિબંધોનો અપાશે આ રીતે જવાબ!
રશિયાએ બનાવ્યો કોમ્પ્યુટરનો 'કોરોના વાયરસ'
પોર્ન જોનારા યુઝર્સનું લેપટોપ અને ફોન થઈ જશે નકામા
રશિયા છેલ્લાં બે દાયકાથી આ માલવેર પર કામ કરી રહ્યું છે અને તે વિશ્વભરમાં લાખો ઈલેક્ટ્રોનિક ઉપકરણોને નષ્ટ કરી શકે છે. એક બ્રિટિશ અખબારના જણાવ્યાં અનુસાર, રશિયાની ગુપ્તચર સંસ્થા FSB અને GRU યુક્રેન યુદ્ધને ધ્યાનમાં રાખીને પશ્ચિમી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોનો જવાબ આપવા માટે મોટા પાયે સાયબર હુમલા કરી શકે છે. અખબારે એક પૂર્વ સાયબર જાસૂસના હવાલે આવો દાવો કર્યો છે. સાયબર જાસૂસે જણાવ્યું કે, 'પોર્નના નામ પર લલચાવતો એક વીડિયો તમારા કમ્પ્યુટર અને મોબાઈલમાં માલવેર નાખવા માટે પૂરતો છે.'
સુરક્ષિત સાઇબર જાતીય સંબંધ માટે સુરક્ષાનો ઉપયોગ કરે'
જાસૂસે કહ્યું કે, 'સુરક્ષિત સાઇબર સેક્સ માટે પણ એ જ રીતની સલાહ છે કે જેવી રીતે અસલમાં જાતીય સંબંધ બાંધવા માટે આપવામાં આવે છે, તે છે સુરક્ષાનો ઉપયોગ કરવો.' યુઝર્સને સલાહ આપવામાં આવી છે કે, તેઓ સાઇબર હુમલાથી બચવા માટે લેટેસ્ટ સુરક્ષા સોફ્ટવેર પોતાના ડિવાઇસમાં ઉપયોગ કરે. લોકોને એવી પણ સલાહ આપવામાં આવી છે કે, તેઓ પોતાની તમામ સંવેદનશીલ સૂચનાને એક એવાં લેપટોપમાં મૂકે કે જે ઇન્ટરનેટ સાથે ન જોડાયેલ હોય જેથી વાયરસ તેને નષ્ટ ના કરી શકે.
નિષ્ણાંતોએ એવી ચેતવણી આપી છે કે, જો રશિયા આ પ્રકારનો સાયબર હુમલો કરશે તો પશ્ચિમી અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતા તેનો ભોગ બની શકે છે. વિશ્લેષણ મુજબ, માલવેર ઈન્ટરનેટને સ્થગિત કરી શકે છે. આનાથી Google, Instagram અને અન્ય કોઈપણ મેસેજિંગ સેવાઓ બંધ થઈ જશે. આટલું જ નહીં સાયબર એટેકના કારણે એટીએમ સેવાઓ ઓફલાઈન થઈ શકે છે. લોકો તેમના ખાતાની તપાસ પણ કરી શકશે નહીં. નિષ્ણાતો કહે છે કે પાણી પુરવઠો અને પાવર નેટવર્ક પણ બંધ થઈ શકે છે.