બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:47 PM, 17 March 2025
અમેરિકાએ રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસમાં યુદ્ધ વિરામનો પ્રસ્તાવ રજુ કર્યો છે અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર ઝેલેન્સ્કીએ આ અંગે સંમતી વ્યક્ત કરી છે. મોસ્કોએ પણ આ સમજુતી પર સૈદ્ધાંતિક રીતે સંમતી વ્યક્ત કરી છે, જો કે પુતિને કેટલીક શરતો પર મજબુત વ્યક્તિ જામીન રહે તેવી ઇચ્છા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
મંગળવારે ચર્ચા બાદ થઇ શકે ઔપચારિક જાહેરાત
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ યુક્રેનમાં યુદ્ધની સમાપ્તિ અને સિઝફાયરની આગળની ચર્ચા માટે મંગળવારે પોતાના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવાની યોજના બનાવી રહ્યા છે. ટ્રમ્પનું આ નિવેદન તેવા સમયે આવ્યું છે જ્યારે ક્રેમલિને સોમવારે કહ્યું કે, તેને યુદ્ધ વિરામ માટે મજબુત વિશ્વસનીયતા અને ગેરેન્ટી જોઇએ. આ ગેરેન્ટી છે કે, યુક્રેનને નાટોનું સભ્ય નહી બનાવવામાં આવે અને કીવ તટસ્થ રાષ્ટ્ર રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : મહારાષ્ટ્ર / ઔરંગઝેબ કબરનો વિવાદ વકર્યો, CM ફડણવીસે કર્યું મોટું એલાન, રાજકીય જગતમાં વધ્યો ઉકળાટ
અમેરિકી રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો આશાવાદ
અમેરિકી રાષ્ટ્રપતિએ પત્રકારોને કહ્યું કે, અમે જોવા માંગીએ છીએ કે શું આપણે તે યુદ્ધને સમાપ્ત કરાવી શકીએ છીએ. શક્ય છે કે આપણે કરી શકીએ, ન પણ કરી શકીએ પરંતુ મને લાગે છે કે, મંગળવારે રાષ્ટ્રપતિ પુતિન સાથે મંત્રણાનો સારો મોકો છે. અઠવાડીયાના અંતે ઘણા બધા કામ કરવામાં આવ્યા છે.
યુક્રેન-રશિયા લગભગ સહમત
અમેરિકાએ રશિયા અને યુક્રેન વચ્ચે 30 દિવસના યુદ્ધ વિરામનો પ્રસ્તાવ મુક્યો છે અને યુક્રેની રાષ્ટ્રપતિ વ્લાદિમિર ઝેલેન્સ્કીએ પણ આ અંગે સંમતી વ્યક્ત કરી છે. મોસ્કોએ પણ આ સમજુતી પર સૈદ્ધાંતિક રીતે સંમતી વ્યક્ત કરી, પરંતુ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, ત્રણ વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે કોઇ પણ સમજુતી પર હસ્તાક્ષર કરતા પહેલા કેટલીક શરતો પર ગેરેન્ટી જરૂરી છે.
આ પણ વાંચો : રાજકારણ / VIDEO : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી, મેયરનું માઈક તોડી નાખ્યું
યુક્રેનની તટસ્થતા અંગે ગેરેન્ટીની જરૂર
રશિયાના ઉપ વિદેશમંત્રી અલેક્ઝેન્ડર ગ્રુશ્કોએ કહ્યું કે, અમે માંગણી કરીશું કે, આ સમજુતીનો હિસ્સો સુરક્ષાની મજબુત ગેરેન્ટી હોય. તે માટે તેમણે અંગ્રેજીના Ironclad guarantee (સજ્જડ બાંહેધરી) શબ્દનો પ્રયોગ કર્યો. યુક્રેનમાં નાટો દળો પ્રત્યે રશિયાના આકર વિરોધની પૃષ્ટિ કરતા ગ્રુશ્કોએ કહ્યું કે, આ ગેરેન્ટીનો એક હિસ્સો યુક્રેનની તટસ્થ સ્થિતિ, નાટો દેશો દ્વારા તેને ગઠબંધનમાં નહી લેવાનો ઇન્કાર હોવો જોઇએ. તેમણે આગળ કહ્યું કે, તેનાથી કોઇ ફરક નથી પડતો કે યુક્રેની ક્ષેત્રોમાં નાટોની ટુકડિઓને કયા લેબલ અંતર્ગત તહેનાત કરવામાં આવે છે, પછી તેઓ યુરોપીય સંઘ હોય, નાટો હોય કે રાષ્ટ્રીય ક્ષમતા અંતર્ગત હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.