બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનીની સહાય ક્યારે મળશે? ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન
Last Updated: 06:47 PM, 14 September 2024
ગુજરાતમાં વરસાદે તબાઈ મચાવી છે. જેના પગલે ખેતી પાકનો સોથ વળી ગયો છે. ત્યારે પાક નુકસાનીના સરવેની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ મુદ્દે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે, અતિવૃષ્ટિમાં નુકસાનીના સરવેની કામગીરી 70 ટકા પૂર્ણ થઈ ગઈ છે
ADVERTISEMENT
'સરવેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરાશે'
પાક નુકસાનના સરવે અંગે મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, હાલ માત્ર 25 થી 30 ટકા જ સરવેની કામગીરી બાકી છે. બાકીનો સરવે પણ ઝડપથી પૂર્ણ થઈ જશે. સરવેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર જાહેર કરાશે.
ADVERTISEMENT
આ પણ વાંચો: દહેગામની દુર્ઘટનામાં જીવ ગુમાવનારાના પરિજનોને આર્થિક સહાય, PM નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત
'યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિ નિમાશે'
રાજકોટની મુલાકાત દરમિયાન ઋષિકેશ પટેલે કુલપતિની કાયમી નિમણૂક મુદ્દે કહ્યું કે, ઘણી-ખરી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક કરાશે. કાયમી કુલપતિની નિમણૂક માટે સારીરીતે સંચાલત કરવામાં આવી રહ્યું છે અને આગામી દિવસોમાં કાયમી કુલપતિની સમસ્યાનું નિરાકરણ આવી જશે. કાયમી કુલપતિની નિમણૂક થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.