નર્મદા / દિવાળી પર્વે પોઇચાના નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર

નર્મદાના પોઇચા ગામમાં નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યાં છે. અહીં ભગવાન સ્વામી નારાયણનુ યુવા સ્વરૂપ નિલકંઠ વર્ણી, રાધા-કૃષ્ણ, લક્ષ્મી નારાયણ, ગણપતી જી, હનુમાનજી, શિવજી અને 24 શાલી ગ્રામની વિધિવત પ્રતીષ્ઠા કરવામા આવી છે. ત્યારે અહિંયા યુવાઓ પણ આવી રહ્યાં છે. પ્રકૃતિનું સૌદર્ય જોઇ લોકો અહિંયા કુદરતી વાતાવરણને માણે છે. સવાર અને સાંજની આરતી સમયે અહીંનુ વાતાવરણ આધ્યાત્મિક બની જાય છે. ત્યારે આજે નવા વર્ષની શરૂઆતમાં લોકો ભગવાન સ્વામિનારાયણના દર્શનનો લ્હાવો લઇ રહ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ