ગાંધીનગર / આંદોલનકારીઓના ધામા યથાવત, રૂપાણી સરકાર આજે અનામત મુદ્દે લઈ શકે છે મોટો નિર્ણય

ગાંધીનગરમાં એક તરફ અનામત વર્ગ અને બીજી તરફ બિન અનામત વર્ગને લઈને આંદોલદન ચાલી રહ્યું છે. આજે પણ બન્ને વર્ગના લોકો આંદોલન પર છે.. ત્યારે હવે રાજ્ય સરકાર માટે અનામતનો મુદ્દો પેચિંદો બન્યો છે. લોકરક્ષક દળની ભરતીને લઈને અનામત આંદોલનનો આજે 68મોં દિવસ છે. આંદોલનકારીઓ છેલ્લા 25 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ત્યારે હવે રૂપાણી સરકાર દ્વારા આજે અનામત મુદ્દે મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સરકાર દ્વારા બન્ને વર્ગને ધ્યાને રાખીને નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ મામલે CMના અગ્રસચિવ કૈલાશનાથનને જવાબદારી સોંપાઈ છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ