બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / અનુપમા ફરીથી ચર્ચામાં! પરંતુ નવા અવતારને લઇને નહીં, સાવકી દીકરીના કારણે, મામલો છે 50 કરોડનો
Last Updated: 12:12 PM, 12 November 2024
થોડા દિવસ પહેલા અનુપમા ફેમ અભિનેત્રી રૂપાલી ગાંગુલી પર તેની સાવકી દીકરી ઈશા વર્માએ ગંભીર આરોપ મૂક્યો હતો. આ આરોપથી કંટાળીને રૂપાલી ગાંગુલીએ મોટું પગલું ભર્યું છે અભિનેત્રીએ તેની પર લગાવેલા માનહાનિના દાવા બદલ રૂપિયા 50 કરોડનું વળતર માંગતી નોટિસ જાહેર કરી છે.
ADVERTISEMENT
રૂપાલી ગાંગુલી પર આરોપ
ADVERTISEMENT
ટીવીની ખૂબ જાણીતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે અને આ ચર્ચા તેના નવા અવતારને લઈને નહીં પરંતુ તેની સાવકી દીકરી ઈશા વર્માએ તેના પર લગાવેલા આરોપના કારણે છે. રોજ નવા આરોપ અને ખુલાસાથી કંટાળીને હવે રૂપાલીએ ઈશાની વિરુધ્ધમાં મોટું પગલું ભર્યું છે. મળતી માહિતી મુજબ અભિનેત્રીએ ઈશા ઉપર માનહાનિનો કેસ કર્યો છે અને તેની પાસેથી 50 કરોડ રૂપિયાનું વળતર પણ માંગ્યું છે.
વકીલે ફટકારી નોટિસ
સૂત્રોના જણાવ્યા મુજબ અભિનેત્રી રૂપાલી ગાંગુલીની વકીલ સના રઈસે અભિનેત્રી વતી ઈશા વર્મા સામે નોટિસ ફાઇલ કરી છે. ઈશા સામે રૂપાલીના વકીલે માનહાનિનો દાવો કર્યો છે. વકીલે જણાવ્યું હતું કે," અમે તેની સાવકી દીકરી પર જુઠા આરોપ અને નુકસાની પહોંચે તેવી વાતો ફેલાવવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. રૂપાલી ગાંગુલી હંમેશા ખોટી વાત કરીને બદનામી ફેલાવનાર સામે લડી છે અને તેણે આ પગલું પોતાની સુરક્ષા માટે ભર્યું છે."
અપમાનજનક ભાષાનો ઉપયોગ
રૂપાલી ગાંગુલીની વકીલે વધુમાં જણાવ્યું હતું કે , 'ઈશા વર્મા અભિનેત્રીની ઇમેજને ખરાબ કરવા માટે આવું પગલું ભરી રહી છે. સોશિયલ મીડિયા પર મૂકવામાં આવેલી પોસ્ટ અને કમેન્ટમાં અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો છે જે અભિનેત્રીની ગરીમાને નુકસાન પહોંચાડી રહી છે.'
આ પણ વાંચો: તમન્ના ભાટિયાનો સ્ટાઇલિશ લુક્સ જોયો! મનમોહક અદાએ ફેન્સને કરી દીધા ઘાયલ, જુઓ Photos
રૂપાલી ગાંગુલીએ મોકલેલી નોટિસમાં એમ પણ જણાવ્યું કે, 'તેણે અને તેના પતિએ તેના કરિયરને સેટ કરવા માટે ઘણી મદદ પણ કરી છે અને છતાં ઈશાએ તેના દીકરાને લઈને પણ સવાલ ઉઠાવતા અભિનેત્રીએ આ પગલું ભર્યું છે.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.