બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / દુબઈમાં રેડ લાઈટ ક્રોસ કરવી ભારે પડી, ટ્રાફિક પોલીસે ભારતીયને ફટકાર્યો 1100000 રૂપિયાનો દંડ
Last Updated: 05:50 PM, 15 January 2025
દુબઈ તેના કડક કાયદાઓ માટે આખી દુનિયામાં જાણીતું છે. જ્યારે કાયદા અને સુરક્ષાની વાત આવે છે, ત્યારે દુબઈ દર વખતે તેની કડકતા અને ન્યાયીપણાથી દુનિયાને આશ્ચર્યચકિત કરે છે. તાજેતરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ADVERTISEMENT
એક ન્યૂઝ અનુસાર દુબઈમાં રહેતા 22 વર્ષીય ભારતીય પ્રવાસી સંજય રિઝવીએ સમયસર ઓફિસ પહોંચવાની ઉતાવળમાં રેડ લાઈટ હોવા છતા રસ્તો પાર કર્યો હતો. જેના માટે તેને ભારે દંડ ફટકારવામાં આવ્યો હતો સાથે સાથે તેની કાર પણ જપ્ત કરવામાં આવી હતી. તેમની નવી ઇલેક્ટ્રિક કાર ટેસ્લા એક મહિના માટે જપ્ત કરવામાં આવી હતી અને તેને છોડાવવા માટે તેમને 50,000 દિરહામનો દંડ ચૂકવવો પડ્યો હતો. આ ઘટના ગયા વર્ષે ઓક્ટોબરમાં બની હતી.
ADVERTISEMENT
યુએઈમાં બેદરકારીથી વાહન ચલાવવા પર કડક કાયદા હોવાથી ભારે સજા ચૂકવવી પડે છે. જેમાંથી કોઈ બચી શકે નહીં. ત્યારે આવી ઘટનાઓમાં ભારે દંડની સાથે કાનૂની કાર્યવાહી અને વાહન જપ્ત કરવા જેવા કડક પગલાં લેવામાં આવે છે. તાજેતરમાં શારજાહમાં પણ પ્રતિબંધિત વિસ્તારોમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને બાઇક ચલાવવા જેવા ગુનાઓ માટે ભારે દંડની જાહેરાત કરવામાં આવી છે. હવે આવા કિસ્સાઓમાં, વાહન છોડાવવા માટે 20,000 દિરહામ ચૂકવવા પડશે. ભારતીય રૂપિયામાં આ આશરે 4,50,000 રૂપિયા થાય છે. લાઇસન્સ વિના વાહન ચલાવવા બદલ 30,000 દિરહામ સુધીનો દંડ થઈ શકે છે. જે 6,75,000 રૂપિયા બરાબર થાય છે. દુબઈ અને અબુ ધાબીમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ 50,000 દિરહામ સુધીનો દંડ પહેલાથી જ લાગુ છે, જ્યારે રાસ અલ ખૈમાહમાં 20,000 દિરહામ સુધીનો દંડ છે. જો વાહન ત્રણ મહિનાની અંદર છોડવામાં ન આવે તો, જપ્ત કરાયેલ વાહનની હરાજી કરવામાં આવે છે.
યુએઈ હવે માર્ગ સલામતી માટે વધુ કડક પગલાં લઈ રહ્યું છે. આ સાથે 29 માર્ચથી એક નવો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે, જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની લઘુત્તમ ઉંમર 18 થી ઘટાડીને 17 વર્ષ કરવામાં આવી છે. UAE GCC ક્ષેત્રમાં આવું કરનાર પ્રથમ દેશ બન્યો છે.
દુબઈના MA-ટ્રાફિક કન્સલ્ટિંગના સ્થાપક ડૉ. મુસ્તફા અલ્દાહના મતે, ભારે દંડ અને કડક નિયમોનો ઉદ્દેશ્ય લોકોને સલામત રીતે વાહન ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. પોલીસની વધતી હાજરી અને મીડિયામાં દંડ અંગેના સમાચાર લોકોને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.