બ્રેકિંગ ન્યુઝ
Shalin
Last Updated: 09:00 PM, 22 April 2020
USA પ્રમુખ ટ્રમ્પે પોતાના ટ્વિટમાં લખ્યું છે - મેં USA નેવીને આદેશ આપ્યો છે કે જો ઈરાની નૌકાદળના જહાજો તેમને દરિયામાં હેરાન કર તો તેઓ તેમના પર હુમલો કરી દે અને ઈરાની તમામ વહાણોનો નાશ કરી દે.
ADVERTISEMENT
I have instructed the United States Navy to shoot down and destroy any and all Iranian gunboats if they harass our ships at sea.
— Donald J. Trump (@realDonaldTrump) April 22, 2020
ADVERTISEMENT
ગયા અઠવાડિયે જ ઇરાનની ઇસ્લામિક રેવૉલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નૌકાદળના 11 નેવી વેસલ્સ સમુદ્રમાં અમેરિકન નેવી શિપની ખૂબ જ નજીક આવી ગયા હતા. સમુદ્રમાં બંને દેશોના વહાણો એટલા નજીક આવી ગયા હતા કે તેઓ એકબીજા સાથે ટકરાઈ પણ શકે તેમ હતું. એવું કહેવામાં આવતું હતું કે ઈરાની નૌકાદળે કુવૈતમાં કવાયત હાથ ધરી હતી. આ સમાચાર છેલ્લા અઠવાડિયે સમગ્ર વિશ્વમાં હેડલાઇન્સ બન્યા હતા.
USA નેવીએ બાદમાં આ ઘટનાનો વીડિયો બહાર પાડ્યો હતો. આમાં ઇરાની બોટ અમેરિકન નેવી શિપની ખૂબ નજીક દેખાય છે. એક તબક્કે તો ઇરાની બોટની મશીનગન અમેરિકન શિપને નિશાન બનાવતી જોવા મળે છે.ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડએ આ ઘટના માટે અમેરિકન નૌકાદળને દોષી ઠેરવ્યું હતું. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ વતી કહેવામાં આવ્યું હતું કે આ ઘટના માટે અમેરિકાનું અન પ્રોફેશનલ અને આક્રમક વલણ જવાબદાર છે. તેમણે વારંવાર ચેતવણીની અવગણના કરી. જોકે રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કોઈ વીડિયો બહાર પાડવામાં આવ્યો ન હતો.
નોંધનીય છે કે USA અને ઈરાન વચ્ચે છેલ્લા અઠવાડિયામાં તણાવ વધ્યો છે. આ મહિને ઇરાની યુદ્ધ જહાજએ આરોપ લગાવ્યો હતો કે અમેરિકી વેસલ્સ તેમનો માર્ગ અવરોધિત કરી રહ્યા છે. દરમિયાન ઈરાનના વિદેશ પ્રધાન જાવેદ ઝરીફે ગત સપ્તાહે એક ટ્વીટ કરીને ટ્રમ્પ પર હુમલો કરતા કહ્યું હતું. તેમણે લખ્યું હતું કે બીજા દેશોની અંગત બાબતોમાં તમારે ચંચુપાત ન કરવી જોઈએ. ખાસ કરીને અમારા કિસ્સામાં. તેમણે વધુમાં લખ્યું હતું કે તમે વિશ્વાસ રાખો; અમે કોઈ અમેરિકન રાજકારણીઓની સલાહ લેતા નથી.
હવે ટ્રમ્પે આ અંગે ઇરાનને સખત પ્રતિક્રિયા આપી છે. ટ્રમ્પનો જવાબ એવા સમયે આવ્યો છે જ્યારે ઇરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સે કહ્યું હતું કે તેઓએ સૈન્યના પ્રથમ ઉપગ્રહનો લોન્ચ કર્યો છે અને તેને ભ્રમણકક્ષામાં તરતો મૂકી દીધો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.