બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / બદલાઇ જશે ATMમાંથી કેશ ઉપાડવાના નિયમ, થવા જઇ રહ્યો છે આ ફેરફાર

કામની વાત / બદલાઇ જશે ATMમાંથી કેશ ઉપાડવાના નિયમ, થવા જઇ રહ્યો છે આ ફેરફાર

Last Updated: 01:43 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ATMને લઈ RBI દ્વારા એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. જો કોઈ કસ્ટમર નિર્ધારિત સમયમાં કેશ કલેક્ટ નહીં કરે તો પૈસા મશીનમાં પાછા જતા રહેશે અને તે રકમ પાછી એકાઉન્ટમાં ક્રેડિટ થઈ જશે.

જો તમે પૈસા ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મહત્વનું અપડેટ આવ્યું છે. જેમાં ATMમાં કેશ રિફંડની સુવિધા ફરી શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા હેઠળ જો કસ્ટમર નિર્ધારિત સમયમાં ATMમાંથી પૈસા નહીં ઉપાડે તો મશીનમાં તે પૈસા પાછા જતા રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા કસ્ટમર્સની સુરક્ષા અને છેતરપિંડી રોકવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું છે. શરૂઆતમાં આ સુવિધા અમુક ATM પર લાગુ કરવામાં આવશે પછી ધીમે ધીમે તે તમામ ATM પર લાગુ કરાશે.

  • શું છે કેશ રોકડ રિફંડ સુવિધા?
    ATMમાં કેશ રિફંડની સુવિધા હેઠળ જો ગ્રાહક નિર્ધારિત સમયમાં તેની કેશ કલેક્ટ નથી કરતા તો તે પૈસા મશીનમાં પાછા જતા રહેશે. અગાઉ આ સુવિધાનો દુરુપયોગ કરવામાં આવતો હતો, જેના લીધે RBIએ વર્ષ 2012માં આ સુવિધા બંધ કરી દીધી હતી.

PROMOTIONAL 4
  • કેવી રીતે કામ કરશે આ સુવિધા?
    જો તમે ATMમાંથી પૈસા ઉપાડો છો પરંતુ નિર્ધારિત સમય (મોટા ભાગે 30 સેકન્ડ)માં પૈસા કલેક્ટ નથી કરતા, તો ATM મશીન તે રકમ પાછી જતી રહેશે. પછી તે સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ તમારા ખાતામાં ફરીથી જમા થઈ જાય.

વધુ વાંચો : હવેથી વોટ્સઅપ સ્ટોરેજની ઝંઝટથી મળશે છૂટકારો, બસ અપનાવો આ ટ્રિક

  • કસ્ટમર માટે ફાયદો
    જો કસ્ટમર કોઈ કારણોસર પૈસા કલેક્ટ નથી કરી શકતા તો બીજી કોઈ વ્યક્તિ તેને ઉપાડી શકશે નહીં. આ પૈસા તમારા ખાતામાં પરત કરવામાં આવશે. ATM ટ્રાન્ઝેક્શનને સુરક્ષિત બનાવવા અને છેતરપિંડીના કેસ ઘટાડવા માટે આ નિયમ લાવવામાં આવી રહ્યો છે. કેમ કે, છેતરપિંડી કરનારાઓ કેશ ટ્રેની સામે નકલી કવર લગાવીને ATM બંધ કરી દેતા હતા જેથી કેશ મશીનમાં ફસાઈ જાય અને ગ્રાહકને તે દેખાય નહી. આવી સ્થિતિમાં પણ કસ્ટમરને કોઈ નુકસાન નહીં થાય અને પૈસા તેમના ખાતામાં ફરી ક્રેડિટ થઈ જશે. આ નિયમ તેવા ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે જે ટેકનિકલ કારણોસર કે ઉતાવળમાં પૈસા કલેક્ટ નથી કરી શકતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ATM RBI Cash Refund
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ