બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / શિક્ષણ વિભાગે શિક્ષક સહાયકની ભરતીના જાહેર કર્યા નિયમો, TAT પરીક્ષાના માર્ક્સ અંગે કરી સ્પષ્ટતા
Last Updated: 04:50 PM, 3 August 2024
શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર થયા છે. ગ્રાન્ટ ઈન એઈડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષક સહાયકોની ભરતી માટે નિયમો જાહેર કરાયા છે. જે મુજબ ભરતી માટે માત્ર ટાટના ગુણ માન્ય રહેશે, ટાટ ના માર્ક ટાટ ની બીજી પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય ગણાશે.
ADVERTISEMENT
શિક્ષક સહાયકની ભરતી માટે નિયમો
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે શિક્ષક સહાયકની ભરતી માટે નિયમો જાહેર કર્યા છે. ટાટ, ભરતી માટે સમિતિ સહિતની બાબતો પર નિયમો જાહેર થયા, ભરતી માટે માત્ર ટાટના ગુણ માન્ય રહેશે, ટાટ ના માર્ક ટાટ ની બીજી પરીક્ષાના પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી માન્ય ગણાશે. ટાટ માં ઉમેદવારો 60 ટકા ગુણ મેળવેલા હોવા જોઈએ.
ADVERTISEMENT
20 ટકા ઉમેદવારોનું વેઈટિંગ લીસ્ટ જાહેર કરશે
ઉમેદવારોએ સિલેક્શન કમિટી સમક્ષ અરજી કરવાની રહેશે. સિલેક્શન કમિટી દ્વારા અરજીની સમિક્ષા થશે. સિલેક્શન કમિટી દ્વારા વિસ્તૃત નિયમોને આધીન પરિણામ તૈયાર કરશે. બાદમાં સિલેક્શન કમિટી 20 ટકા ઉમેદવારોનું વેઈટિંગ લીસ્ટ જાહેર કરશે
આ પણ વાંચો: અંબાજીમાં ધ્વજા ચઢાવવાના ચાર્જ મુદ્દે મંદિર ટ્રસ્ટની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા કરી ખાસ અપીલ
ભરતી બાબતે આ પણ ઠરાવ કરાયો
તો બીજી તરફ આજે ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જુના શિક્ષકોની ભરતી બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં 5 વર્ષનો સળંગ શૈક્ષણિક અનુભવ, હાલ સેવામાં હોય તેવા શિક્ષકો અરજી કરી શકશે, જાહેરાત ની તારીખે 2 વર્ષ કરતાં વધુ સમય બાકી હોય તેવા શિક્ષકો અરજી કરી શકશે, નોકરી દરમિયાન એક પણ વખત ભરતી અને બદલીમાં જુના શિક્ષક તરીકેનો લાભ લીધેલો ન હોવો જોઈએ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.