Video / રાજ્યકક્ષા શિક્ષણમંત્રી વિભાવરી બેન દવેને લાગૂ નથી પડતા નિયમો?

રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેનું જ્ઞાન થોડું ઓછું થઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. શિક્ષણમંત્રી ટુ વ્હીલર પર ગાર્ડ અને કાર્યકર્તાઓ સાથે આંટો મારવા નીકળ્યા. પણ માથે હેલમેટ મુકવાનું ભૂલી ગયા. નિયમો પણ ભૂલી ગયા. અરે નિયમો તો સામાન્ય જનતા માટે જ છે. નેતાઓને ક્યાં લાગુ પડે છે?.. આવો વહેમ કદાચ મંત્રીના મનમાં પણ હોઈ શકે.. પણ અમારું કામ છે નિયમો યાદ કરાવવાનું... અસલમાં વિભાવરીબેન દવેએ એક રેલી કાઢી હતી.. જેમાં પોતે તો હેલમેટ વિના નિકળ્યા પણ તેમના ગાર્ડ અને કાર્યકર્તા પણ હેલમેટ વિના દેખાયા.. અહીં સવાલ એ છે કે નેતાઓ પોતે નિયમોનો ભંગ કરશે તો જનતાને નિયમોનું પાલન કરવા શું સલાહ આપશે.. જ્યારે જનતા નેતાઓને નિયમો તોડતા જુએ છે ત્યારે જનતા મિસગાઈડ થાય છે. અને આ જ કારણ છે કે આપણા દેશમાં નિયમોનું પુરતું પાલન નથી થતું..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ