Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સર્વિસ / હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને મોબાઇલ નંબરની જેમ પોર્ટ કરાવી શકશો, જાણો પ્રક્રિયા

હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીને મોબાઇલ નંબરની જેમ પોર્ટ કરાવી શકશો, જાણો પ્રક્રિયા

જો તમે તમારી વર્તમાન હેલ્થ ઇન્સ્યોરન્સ (મેડિક્લેમ) પોલિસીથી સંતુષ્ટ ન હો તો તમે મોબાઇલ નંબરની જેમ બીજી ઇન્સ્યોરન્સ કંપની પાસે આ પોલિસી પોર્ટ કરાવી શકો છો.

હેલ્થ ઇન્સ્યોરન્સ પોર્ટેબિલિટી દ્વારા ઇન્સ્યોરન્સ પોલિસી હોલ્ડર એક ઇન્સ્યોરન્સ કંપનીથી બીજી ઇન્સ્યોરન્સ કંપનીમાં પોતાની પોલિસી શિફ્ટ કરાવી શકે છે. પોલિસી પોર્ટ કરાવવા પર ગ્રાહક પ્રારંભિક પ્રતીક્ષા સમયાવધિ, ખાસ પ્રકારના રોગ માટે પ્રતીક્ષા સમયાવધિ વગેરે લાભ ગુમાવતા નથી અને સાથે-સાથે પોલિસીમાં નો ક્લેમ બોનસનો પણ લાભ જારી રહેશે.

ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડા)એ વીમા કંપનીઓને માનસિક બીમારીઓ, આનુવંશિક (જેનેટિક) બીમારીઓ, ન્યૂરો સંબંધી વિકૃતિઓ અને મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ, એડ્વેન્ચર સ્પોર્ટ્સના અકસ્માત જેવી ગંભીર બીમારીઓને હેલ્થ ઇન્સ્યોરન્સ વીમાની પોલિસીના દાયરામાંથી બહાર નહીં રાખવાનો પ્રસ્તાવ આપ્યો છે. આમ, હવે ઇન્સ્યોરન્સ કંપનીએ મેડિકલ ઇન્સ્યોરન્સમાં આ બીમારીઓને પણ કવર કરવી પડશે. ઇરડાએ ગાઇડલાઇન્સ સ્વરૂપે એવો પ્રસ્તાવ રજૂ કર્યો છે કે વીમા સેક્ટરે મેડિક્લેમ પોલિસીમાં બીમારીઓને બાકાત રાખવા સંબંધિત એકસમાન વલણ અપનાવવું જોઇએ.

દરમિયાન હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસી પોર્ટ કરાવતાં પહેલાં વીમાદારે ઉપલબ્ધ કવરેજ, કંપનીના નેટવર્કમાં હોસ્પિટલની ઉપસ્થિતિ, ઇન્સ્યોરન્સ ક્લેમને સેટલ કરવામાં સરળતા જેવાં મુખ્ય પાસાંની તપાસ કરવી જોઇએ. વર્તમાન પોલિસીની રિન્યૂઅલની તારીખથી ઓછામાં ઓછા ૪૫ દિવસ પહેલાં પોલિસી પોર્ટ કરવા માટે નવી ઇન્સ્યોરન્સ કંપની સમક્ષ અરજી કરવાની રહેશે. ત્યારબાદ નવી વીમા કંપની ૧૫ દિવસમાં પોલિસીધારકને પોતાનો નિર્ણય ધરાવશે.
 

Health Care Insurance Portability Health Insurance Business News

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ