બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / NPSમાં રિટાયરમેન્ટ પર મળશે વધારે રૂપિયા, પેન્શન ફંડમાં આવશે રોકાણનો નવો ઓપ્શન

photo-story

4 ફોટો ગેલેરી

કામની વાત / NPSમાં રિટાયરમેન્ટ પર મળશે વધારે રૂપિયા, પેન્શન ફંડમાં આવશે રોકાણનો નવો ઓપ્શન

Last Updated: 06:21 PM, 23 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ યુવાનો માટે નવી પેન્શન સિસ્ટમ (NPS)ને આકર્ષક બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ ઓથોરિટી ન્યૂ બેલેન્સ્ડ લાઈફ સાયકલ નામનું ફંડ રજૂ કરવા જઈ રહી છે.

1/4

photoStories-logo

1. ન્યૂ બેલેન્સ્ડ લાઈફ સાયકલ

ટૂંક સમયમાં જ નવી પેન્શન સિસ્ટમ હેઠળ નવા ફંડમાં રોકાણ કરવાનો વિકલ્પ મળવા જઈ રહ્યો છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) એ યુવાનો માટે નવી પેન્શન સિસ્ટમ (NPS)ને આકર્ષક બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માટે ઓથોરિટી ન્યૂ બેલેન્સ્ડ લાઈફ સાયકલ નામનું ફંડ રજૂ કરવા જઈ રહી છે. જે વ્યક્તિને નિવૃત્તિ સુધી નોંધપાત્ર ભંડોળ ઊભું કરવામાં મદદ કરશે. પીએફઆરડીએની આ સૂચિત યોજના હેઠળ લાંબા ગાળા માટે ઇક્વિટી ફંડમાં વધુ રોકાણની રકમ ફાળવી શકાશે. આ યોજના હેઠળ ખાતાધારક 45 વર્ષનો થઈ જાય પછી ઇક્વિટી રોકાણમાં ધીમે ધીમે ઘટાડો થશે

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. ક્વિટી ફંડમાં વધુ રોકાણની સુવિધા

આ રીતે NPSમાં જોડાનાર પેન્શનરને 45 વર્ષની ઉંમર સુધી ઇક્વિટી ફંડમાં વધુ રોકાણની રકમ ફાળવવાની સુવિધા મળશે. જેનાથી તેમને નિવૃત્તિ સુધી સારું ફંડ બનાવવામાં મદદ મળશે. PFRDAના ચેરમેન દીપક મોહંતીએ શુક્રવારે જણાવ્યું હતું કે અમે બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) એક નવું સંતુલિત જીવન ચક્ર ફંડ લાવીશું જેથી લાંબા ગાળા માટે ઇક્વિટી શેર ફંડમાં રોકાણની ફાળવણી કરી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

3/4

photoStories-logo

3. લાંબા ગાળે પેન્શન ફંડમાં વધારો

દીપક મોહંતીએ અટલ પેન્શન યોજના સાથે સંબંધિત એક કાર્યક્રમમાં કહ્યું કે, NPSની આ નવી યોજના હેઠળ 45 વર્ષની ઉંમરથી ઈક્વિટી રોકાણમાં ધીમે ધીમે ઘટાડો થશે, જ્યારે હાલમાં આ ઘટાડો 35 વર્ષની ઉંમરથી શરૂ થાય છે. જો આવું થાય, તો NPS પસંદ કરનારા લોકો લાંબા સમય સુધી ઇક્વિટી ફંડમાં વધુ રકમનું રોકાણ કરી શકશે. આ લાંબા ગાળે પેન્શન ફંડમાં વધારો કરશે જ્યારે જોખમ અને વળતર વચ્ચે સંતુલન સ્થાપિત કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. PFRDAના ચેરમેન શુ કહ્યું ?

મોહંતીએ કહ્યું કે છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં 1.22 લાખ નવા શેરધારકો APYમાં જોડાયા હતા. આ સ્કીમ શરૂ થયા પછી એક જ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીની આ સૌથી વધુ સંખ્યા છે. તેમણે કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં 1.3 કરોડ શેરધારકો આ યોજનામાં જોડાય તેવી અપેક્ષા છે. PFRDA અનુસાર APYમાં જોડાનારા શેરધારકોની કુલ સંખ્યા જૂન 2024 સુધીમાં 6.62 કરોડને પાર થવાની ધારણા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

NPS PFRDA Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ